ગાંધીનગર,તા.૩૦
વીજળી, ઈલેક્ટ્રીસીટી આપણા જીવન સાથે એ રીતે વણાઈ ગઈ છે કે, હવે તેના વગરના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ લાગે છે, પરંતુ ઘરને અજવાળતી આ રોશની કેટલાયે યોગ્ય સુરક્ષાના અભાવે અનેક લોકોના જીવનમાં કાયમ માટે અંધકાર પાથરી રહી છે.
રાજ્યમાં ઠેર-ઠેર ખુલ્લા વીજ વાયર મોત બનીને લોકો પર મંડરાઈ રહ્યા છે. ચોમાસામાં દર વર્ષે વીજ કરંટના કારણે થતા મોતના આંકડા સતત વધી રહ્યા છે. સરકારી વીજ કંપનીઓના સબ સલામતના દાવાઓ વચ્ચે છેલ્લા પાંચ વર્ષમાં વીજ કરંટના કારણે ૧૬૦૧ લોકોના મોત થયા છે જ્યારે ૨૨૯૫ પ્રાણીઓના મોત થયા છે.
મોતની આ ઘટનાઓ હેરાન કરનારી છે. હકીકતમાં વીજકંપનીઓની બેદરકારી અને સુરક્ષાનો અભાવ અનેક નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. હસ્તકની ચાર પેટા કંપનીઓમાંથી સૌથી વધુ વિસ્તાર હસ્તક છે.
વીજ કરંટ લાગવાના કારણે વાર્ષિક ૧૦૦૦થી ૧૨૦૦ જેટલા મોત થાય છે જેમાંથી ૪૦ ટકા મોત હસ્તકના વિસ્તારમાં થાય છે. આ મામલે સલામતીના પગલાની સમીક્ષા કરવાની જવાબદારી જર્કની છે. તેમ છતાં જર્ક તરફથી અત્યાર સુધીમાં વીજ કંપનીઓને આ મુદ્દે કોઈ જ ટકોર કરવામાં આવી નથી.
વીજ અકસ્માતોને રોકવા માટે વીજ કંપનીઓને કેટલાક નિયમનું પાલન કરવું પણ જરૂરી બની રહે છે. સેન્ટ્રલ ઈલેક્ટ્રીસીટી ઓથોરિટી સેફ્ટી રેગ્યુલેશન્સ મુજબ ઓવરહેડ લાઈન મકાન કે ઘરથી ૧૨ ફૂટ કે, તેથી વધુના અંતરે નાખવી જરૂરી છે. જોકે તેના નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે. સમગ્ર મામલામાં પણ મૌન તોડવા માટે તૈયાર નથી આવા સંજાગોમાં જરૂરી છે કે, જર્ક હવે કડક વલણ અપનાવે અને નિર્દોષ નાગરિકોના મોત થતાં અટકે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




