ન્યુ દિલ્હી,તા.૬
ભાગેડું કારોબારી વિજય માલ્યા (૬૨)એ ગુરૂવારે સતત બીજા દિવસે ટ્વિટ કરીને કહ્યું કે તે બેન્કોની લોન ચુકવવા તૈયાર છે. માલ્યાએ જણાવ્યું કે કૃપા કરીને પૈસા લઈ લો. હું એ વાતને સમાપ્ત કરવા માંગ છું કે મે પૈસા ચોરયા છે. ઉલ્લેખનીય છે કે માલ્યાએ ભારતીય બેન્કોને ૯,૦૦૦ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી નીકળે છે.
૧ માલ્યાએ કહ્યું કે તે વાત તેને સમજાતી નથી કે તેના સેટલમેન્ટના પ્રસ્તાવને પ્રત્યાર્પણ સાથે શાં માટે જાડવામાં આવી રહ્યો છે. લંડનના વેસ્ટમિંસ્ટર કોર્ટમાં માલ્યાના પ્રત્યાર્પણનો મામલો ચાલી રહ્યો છે. કોર્ટ ૧૦ ડિસેમ્બરે આ અંગે ચુકાદો આપે તેવી શકયતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




