ન્યુ દિલ્હી,તા.૫
બેંક લોન ડિફોલ્ટ કરવા અંગે જા કેસ નોંધવામાં આવશે તો પાસપોર્ટ પણ જપ્ત થઇ શકે છે. જાણકારી મળી છે કે સરકાર આ મહિનામાં આ પ્રસ્તાવને કાયદાકીય મંજૂરી આપી શકે છે. જેના કારણે હવે તમે લોન ન ભરી શકો તો તમારો પાસપોર્ટ પણ જપ્ત કરી શકો છો. પાસપોર્ટ જપ્ત કરવાની ગાઇડલાઇન્સ ફાઇનલ થઇ ગઇ છે. લોન ડિફોલ્ટનો કેસ નોંધાશે તો પાસપોર્ટ જપ્ત થઇ શકે છે.
જાણીજાઇને લોન ન ભરનાર સામે સરકારે આ પગલું ઉઠાવ્યું છે. જેના માટે પાસપોર્ટ એક્ટના સેક્શનમાં ૧૦(૩)(સી) બદલાવ થશે. જેને આ મહિને કેબિનેટમાંથી મંજૂરી મળશે.
આ માટે સરકાર નવો અધ્યાદેશ પણ લાવી શકે છે. જણાવીએ કે બેંકિંગ સચિવની આગેવાનીમાં બનેલી કમિટિએ આની ભલામણ કરી છે. નવા નિયમો અંતર્ગત હવે જાણી જાઇને લોનની ભરપાઇ ન કરનાર સામે લાલ આંખ સમાન કિસ્સો છે. ૫૦ કરોડ રૂપિયાથી વધારે લોન ન ચુકવનાર માટે આ નિયમ લાગુ કરવામાં આવશે.
સરકાર ફરાર લિકરકિંગ વિજય માલ્યાને પણ લોન ડિફોલ્ટના મામલામાં બ્રિટેનમાંથી દેશ લાવવાના પ્રયત્ન કરી રહી છે. જેમાં હજી કોઇ સફળતા મળી નથી. પૂર્વ આઇપીએલ કમિશ્નર લલિત મોદીને પણ દેશમાં લાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




