‘મામા’નું કાંડ : કર્મચારી ન હોવા છતા આર.ટી.ઓનો સંપૂર્ણ વહીવટ ચલાવે છે..!!

0
38

સાબરકાંઠા,
તા.૨૧/૪/૨૦૧૮

જે કામ આર.ટી.ઓ ઇન્સ્પેકટરએ કરવાનું હોય તે કામ ‘મામા’ નામનો શખ્સ કરી રહ્યો છે

ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયેલા સાબરકાંઠા આર.ટી.ઓ વિભાગે હવે હદ કરી નાખી છે. એક તરફ ચોરી કરેલી પર-પ્રાંતીય ગાડીઓ બે-નંબરમાં કોઈ પણ જાતના આધાર પુરાવા વગાર પાસ કરી દેવાય છે. તો બીજી તરફ આર.ટી.ઓ ઓફિસમાં જે લોકો નોકરી નથી કરી રહ્યા, એ લોકો જ આખી ઓફિસનો વહીવટ કરી રહ્યા છે.

સાબરકાંઠા આર.ટી.ઓ ઓફીસના ગોરખાધંધા હવે એક પછી એક બહાર આવી રહ્યા છે. મહારાષ્ટથી ચોરી કરીને લવાયેલી ૨૫ થી ૩૦ લાખની મોટી રકમની ગાડીઓ અહીં કોઈ પણ જાતના આધાર-પુરાવા કે એન.ઓ.સી વિના પાસ કરીને તે ગાડીઓને નંબર ફાળવી દેવાતા હવે મહારાષ્ટ પોલીસે સાબરકાંઠા ખાતે ધામા નાખ્યા છે. ખ્યાતનામ કંપનીની આ મોઘી ગાડીઓ બાબતે આર.ટી.ઓ. અધિકારી ભીંસમાં આવ્યા છે. જા કે આ સમગ્ર કારસ્તાન આર.ટી.ઓ કર્મચારીના આઈ.ડી. પાસવર્ડથી કરાયું હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે.

આર.ટી.ઓ. વિભાગનો આ વહીવટ કર્મચારીઓ નહિ પણ અન્ય લોકો કરી રહ્યા છે. કર્મચારી ન હોવા છતા આ શખ્સ આર.ટી.ઓનો સંપૂર્ણ વહીવટ કરી રહ્યો છે. આટલું ઓછુ હોય તેમ મામા નામથી ઓળખાતો એક શખ્સ અહીં ગાડીઓનું પાસીંગ કરી રહ્યો છે. જે કામ આર.ટી.ઓ ઇન્સ્પેકટરએ કરવાનું હોય છે તે કામ આ મામા નામનો શખ્સ કરી રહ્યો છે.

મળતી માહિતી મુજબ આ શખ્સ આજકાલનો નહીં પરંતુ છેલ્લા છ વર્ષથી અધિકારીઓનો માનીતો બનીને કામ કરી રહ્યો છે. અધિકારીઓની સગવડ પણ સાચવી રહ્યો છે અને આવા બે-નંબરી કર્મચારીઓ સહીત જવાબદાર અધિકારીઓને પોતાની ફરજનું ભાન કરાવવું જાઈએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY