ઓવરબ્રીજ બનાવવા ત્રણ માસ માટે મુખ્ય માર્ગ બંધ કરાતા રાહદારીઓમાં ભારે હાલાકી

0
79

પાલનપુર,
તા.૨૧/૪/૨૦૧૮

બનાસકાંઠામાં પાલનપુર માનસરોવર ફાટક પાસે એક ઓવરબ્રિજ બની રહ્યો છે. જેને કારણે કલેક્ટરે જાહેરનામુ બહાર પાડીને ત્રણ માસ માટે રસ્તો બંધ કર્યો છે. ત્યારે સ્થાનિકો સહિતના રાહદારીઓ હાલાકીમાં મુકાયા છે. શહેરનો મુખ્ય માર્ગ બંધ કરાતાં શહેરની બહાર જવા-આવવા માટે લોકો અટવાઈ રહ્યાં છે. લોકો રોષ કાઢી રહ્યાં છે કે કોઈપણ પ્રકારના હંગામી રસ્તાની વ્યવસ્થા કર્યા વગર જાહેરનામુ બહાર પાડી દેવાયું છે.

માનસરોવર ફાટક નજીક બની રહેલા રેલવે ઓવરબ્રિજની સમય મર્યાદા તો પૂરી થઈ ગઈ છે. પરંતુ રેલવે ઓથોરિટી દ્વારા નક્શાની ડિઝાઇન ન કરાવતા આ કામ વિલંબમાં પડ્યું છે. અને જેને લઇને આજે કલેક્ટરના જાહેરનામા થકી રેલવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટર દ્વારા આ માર્ગને બંધ કરાયો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY