ન્યુ દિલ્હી,તા.૭
રોહિંગ્યા મુસ્લિમો ભારતમાં આવવાને લઇ દેશમાં રાજકીય માહોલ કેટલીય વખત ગરમાયો છે. રાજકીય નિવેદનથી અલગ શુક્રવારના રોજ મ્જીહ્લના ડીજી કે.કે.શર્માનું નિવેદન સામે આવ્યું છે. કે.કે.શર્માનું કહેવું છે કે બોર્ડરથી આવનાર રોહિંગ્યાઓને મ્જીહ્લ સંપૂર્ણપણે રોકી દીધું છે, પરંતુ ચિંતા એ રોહિગ્યાઓની છે જે પહેલેથી જ ભારતમાં છે.
આપને જણાવી દઇએ કે કેન્દ્ર સરકાર ભારતમાં હાજર અંદાજે ૪૦,૦૦૦ રોહિંગ્યાઓને પાછા મોકલવાનું પ્લાન કરી રહી છે. એવામાં મ્જીહ્લના ડીજીનું નિવેદન હેરાન કરનાર છે. કે.કે.શર્માએ કહ્યું કે ભારતમાં હાલના રોહિંગ્યાઓને તે રાજ્યોમાં વસતા રોકી શકતા નથી. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળની સરકાર રોહિંગ્યાઓ સાથે મિત્ર વ્યવહાર કરે છે. ત્યાં તેઓને કેમ્પમાં વસાવીને રાખવામાં આવી રહ્યાં છે.
પત્રકાર પરિષદને સંબોધતા ડીજી બીએસએફે કહ્યું કે બાંગ્લાદેશ બોર્ડરથી ભારત આવનાર નકલી નોટોમાં પણ હવે ઘટાડો આવ્યો છે. તેમણે આ અભિયાનની અંતર્ગત બોર્ડર ગા‹ડગ બાંગ્લાદેશ (મ્ત્નમ્)ના સહયોગના પણ ખૂબ વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે આ વર્ષે ભારત-બાંગ્લાદેશ સરહદ પરથી માત્ર ૧૧ લાખની નકલી નોટો પકડાઇ છે જા કે ગયા વર્ષની સરખામણીમાં ઘણી ઓછી છે.
નકલી નોટોની તસ્કરીને લઇ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશના ડ્ઢય્ શફીનુલ ઇસ્લામે કહ્યું કે બાંગ્લાદેશ સરકારે ડિટેક્ટિંગ મશીન લગાવ્યું છે, ચોકસાઇ પણ વધારી છે જેના લીધે નકલી નોટોની તસકરીની રોકવામાં આપણે સફળ થયા છીએ.
ડીજી બીએસએફે કહ્યું કે ભારત હ્યુમન ટ્રેફિકિંગને રોકવા માટે સતત પગલાં ઉઠાવી રહ્યું છે. આ વર્ષે બાંગ્લાદેશથી ગેરકાયદે રીતે હ્યુમન ટ્રૈફિકિંગ કરનારા લોકોની ધરપકડ પણ કરાઇ છે. જેમાં ૧૧૫૫૨ લોકોને સરહદ પાર કરતાં મ્જીહ્લએ પકડયા છે અને લોકલ પોલીસને સોંપી દીધા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





