કચ્છ જિલ્લાની એકલનારી શક્તિ મંચ ની મદદથી પ્રધાનમંત્રી ને પોસ્ટકાર્ડ લખીને કરાઈ “મન કી બાત”

0
66

એકલનારી મંચ ગુજરાતના ૧૨ જેટલા જીલ્લાઓમાં એકલવાયું જીવન વ્યતીત કરતી મહિલાઓ ને પગભર કરવા અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કમર કશી રહીછે આ મહિલાઓમાં વિધવા,ત્યકતા, અવિવાહિત,છૂટાછેડા થયેલ મહિલાઓ માટે કામ કરતી આ એકલનારી મંચ દ્વારા અપાયેલ આંકડાઓ અનુસાર વર્ષ ૨૦૧૧ ની વસ્તી ગણતરી અનુસાર આ બાબતને આ બાબતને પ્રમાણિત કરે છે કે દેશમાં એકલ મહિલાઓની સંખ્યા તેજી થી વધી રહી છે અને છેલ્લા એક દશકમાં એકલ મહિલાઓની સંખ્યામાં ૩૯% સુધીનો વધારો થયો છે જેમાં આવી મહિલાઓનો સમાવેશ થાય છે. ૨૦૦૧ ની ૫૧.૨ મિલિયન ની તુલનામાં આજે એકલ મહિલાઓની સંખ્યા ૭૧.૪ મિલિયન સુધી પહોચી ગઈ છે વસ્તી ગણત્રી મુજબ ૨૫ થી ૨૯ વર્ષ સુધીની ઉમર ની એકલ મહિલાઓ ની સંખ્યામાં સૌથી વધારે ૬૮ %નો વધારો જોવા મળ્યો છે. જયારે ૨૦ થી ૨૪ વર્ષ સુધીની એકલમહિલાઓ ની સંખ્યા ૬૦ % વધી છે એકલ મહિલાઓની સંખ્યામાં આ વધારો લગ્ન ને લઈને જે ધારણાઓ છે એ બદલાઈ રહી છે તે સ્પષ્ટ પણે સૂચિત કરે છે. છતાં પણ હજુ પણ આપણા દેશમાં વિધવાઓની સંખ્યા વધુ છે અને ગ્રામીણ ક્ષેત્રોમાં એ લગભગ ૨૯.૨ મિલિયન છે જયારે અવિવાહિત મહિલાઓની સંખ્યા ત્યાં ૧૩.૨ મિલિયન ની આજુબાજુ છે આવી જ રીતે શહેરી ક્ષેત્રોમાં વિધવાઓની સંખ્યા ૧૩.૨ મિલીયન જયારે અવિવાહિત મહિલાઓની સંખ્યા લગભગ ૧૨.૩ મિલિયન જેટલી છે.૨૦૧૧ ની વસ્તી ગણત્રી મુજબ ગુજરાત માં ૧૧ લાખથી વધુ એકલ મહિલાઓ છે જે કુલ મહિલા સંખ્યા ના ૮% છે. ૨૩ જુન વિશ્વમાં અંતરરાષ્ટ્રીય વિડો ડે તરીકે ઉજવવામાં આવે છે.એકલનારી શક્તિ મંચ દ્વારા ગુજરાત ની વિધવા મહિલાઓની સમસ્યાઓને લઈને પોસ્ટકાર્ડ ના માધ્યમથી પ્રધાનમંત્રીને મન ની વાત કરી રહી છે એકલનારી શક્તિ મંચ ગુજરાત, રાષ્ટ્રીય એકલનારી મંચ સાથે જોડાયેલ એક મંચ છે, રાષ્ટ્રીય એકલનારી મંચ દ્વારા ભારતના વિભિન્ન રાજ્યોની એકલ મહિલાઓ દ્વારા ૨૩ જુન અંતરરાષ્ટ્રીય વિડો ડે નિમિત્તે ૧૦૦૦૦ પોસ્ટકાર્ડ દ્વારા એકલ મહિલાઓએ પોતાના મન ની વાત પ્રધાન મંત્રીને કરી જેમાં પોતાની સમસ્યાઓ નું વર્ણન કર્યું.
ગુજરાત એકલ નારી શક્તિ મંચને પણ રાષ્ટ્રીય સ્તર ના અભિયાન ભાગરૂપે ગુજરાત માંથી ૧૦૦૦ થી વધુ પોસ્ટ કાર્ડ દ્વારા પોતાના મન ની વાત પ્રધાનમંત્રીને કરી અને હજુ પણ જુદા જુદા ગામની એકલ મહિલાઓ પોસ્ટ કાર્ડ લખી રહી છે. જેમાં નીચેની મુખ્ય સમસ્યાઓનો સમાવેશ કરાયો છે (૧) વિધવા મહિલા સિવાય ની અન્ય કેટેગરીની મહિલાઓને પણ સરકારી યોજનાનો લાભ મળે.(૨) એકલ મહિલાઓને મળતા પેન્શન માં મોઘવારીને ધ્યાનમાં રાખતા વધારો કરવામાં આવે (૩) ૨૧ વર્ષનો પુત્ર થયાબાદ એકલ મહિલાને મળતું પેન્શન બંધ થઇ જાય છે જે નિયમ હટાવી જરૂરિયાત મંદ એકલ મહિલાઓને આજીવન પેન્શન મળવું જોઈએ (૪) પેન્શન ની રાશી નિયમિત એકલ મહિલા નાખાતામાં જમા થવી જોઈએ
(૫) રાષ્ટ્રીય સ્તર પર પેન્શન ની રકમ અને તેને મેળવવા માટેની કાર્યવાહી એક સરખી હોવી જોઈએ (૬)ઘર વિહોણી એકલ મહિલાઓને પ્રાથમિકતા ના ધોરણે નવી યોજના બનાવી ઘર મળવા જોઈએ (૭)એકલ મહિલાઓને પ્રથાપિત કરતી કુપ્રથાઓ જેવીકે ડાકણ પ્રથા માટે રાષ્ટ્રીય સ્તર પર કડક કાનુન બનાવવા માં આવે (૮) પતિના અવસાન બાદ તુરંત સીધી લીટીના વારસદાર તરીકે વિધવા મહિલાની જમીન અને સંપતિમા વારસા હક મળી જવો જોઈએ (૯) દરેક કેટેગરીની મહિલાઓણે ધ્યાનમાં રાખી એક રાષ્ટ્રીય સ્તર પર નીતિ બનવી જોઈએ આમ તમામ જણાવેલ વિવિધ માંગો સાથે ગુજરાત ની ૧૦૦૦ થી વધુ મહિલાઓએ ૨૩ જુન વિડો ડે થી શરુ કરી પ્રધાનમંત્રી ગુજરાતને પત્રો લખી ચુકી છે અને ભારતની એકલ મહિલાઓના પ્રશ્નોને સાંભળશે અને તેના માટે ઘટતી કાર્યવાહી કરશે તેવી આશા સાથે પોતાનું જીવન વ્યતીત કરી રહીછે
ત્યારે એકલનારી મંચ દ્વારા આવી મહિલાઓની સાથે રહી તેમને વાચા આપતી નારી શક્તિના સ્વામાન રૂપ કામગીરી કરી રહી છે

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY