(જી.એન.એસ)રાજકોટ,તા.૨૮
રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાનું ૮૩ વર્ષની ઉંમરે ગઇકાલે ગુરૂવારે રાજકોટમાં જ તેમના નિવાસસ્થાન રણજીત વિલાસ પેલેસ ખાતે સાંજે નિધન થયું હતું. દાદા તરીકે વધુ ઓળખાતા મનોહરસિંહજી જાડેજા પ્રજાવત્સલ વ્યÂક્ત તરીકેની છાપ ધરાવતા હતા. નિધન થતા રાજકોટ સહિત દેશભરમાંથી આજે રાજવી પરિવારો તેમની અંતિમયાત્રામાં જાડાયા હતા. આજે વહેલી સવારે રાજવી પરંપરા મુજબ દાદાની અંતિમયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. વહેલી સવારથી જ લોકો તેમના પાર્થિવ દેહના દર્શન માટે ઉમટી પડ્યા હતા. ભાજપ-કોંગ્રેસના નેતાઓ દાદાના દર્શન માટે આવ્યા હતા. બે પ્રાઇવેટ અને એક પોલીસ બેન્ડની સૂરાવલિ સાથે દાદાની અંતિમયાત્રા નીકળી હતી. રામનાથપરા સ્મશાન ખાતે તેમના પાર્થિવ દેહને પૌત્રએ અÂગ્નદાહ આપ્યો હતો. રાજકોટે રાજાને રજવાડી વિદાય આપી હતી. મનોહરસિંહજીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલિન થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
મનોહરસિંહજીની અંતિમ વિદાયમાં દર્શન કરવા આવેલા સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મનોહરસિંહજી વર્ષોથી સક્રિય રહ્યા હતા. બેસ્ટ પાર્લામેન્ટ વ્યÂક્તની છાપ ધરાવતા હતા. રાજકોટે ઉચ્ચ કદના નેતા અને વ્યÂક્ત ગુમાવ્યા છે. જાહેર જીવનને શોભાવી ગયા. નવી પેઢીને પ્રેરણા આપતા ગયા છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.
દાદાના નિધનથી રાજકોટના લોકો શોકમગ્ન બની ગયા હોય તેવો માહોલ જાવા મળ્યો હતો. દાદાની અંતિમવિધિ શાસ્ત્રોક્ત વિધિથી જ કરવામાં આવી હતી. દાદાને રાજવી પોશાક તેમજ સાફો પહેરાવવામાં આવ્યો હતો. તેમજ પાર્થિવદેહ પર રજવાડી છત્રી અને એક વ્યÂક્ત દ્વારા પવન નાખવામાં આવ્યો હતો. પાલખીયાત્રામાં દેશભરના ક્ષત્રિયો રાજવી પોશાકમાં રાજવી તલવાર સાથે જાડાયા હતા. દાદાની અંતિમયાત્રાને લઇને રાજકોટના પેલેસ રોડના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. હજારોની સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જાડાયા હતા તો બીજી તરફ ચોકે ચોકે લોકો દાદાના અંતિમયાત્રાના દર્શન કરવા ટોળે વળ્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




