ભારતમાં હાલ ૭૫૫૦ માનવ રહિત રેલવે ક્રોસિંગ રહેલા છે

0
97

(સંપૂર્ણસમાચાર સેવા)
ગોરખપુર,
ઉત્તરપ્રદેશના કુશીનગર જિલ્લામાં આજે સવારે સ્કુલવાન ટ્રેનની અડફેટે આવી જતાં ૧૩ સ્કુલી બાળકો સહિત ૧૪ના મોત થઇ ગયા હતા. આજે સવારે વિષ્ણુપુરા પોલીસ સ્ટેશનના દુદહી રેલવે ક્રોસિંગ નજીક આ બનાવ બન્યો હતો. માનવરહિત રેલવે ક્રોસિંગ પર અકસ્માતો હજુ પણ થઇ રહ્યા છે. માનવરહિત ક્રોસિંગને ખતમ કરવા માટે તમામ પ્રયાસો થઇ રહ્યા છે અને મોટાભાગના માનવ રહિત ક્રોસિંગ દૂર કરવામાં આવી ચુક્યા છે. રેલવે દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, બનાવના સમયે માનવરહિત ક્રોસિંગ પર ગેટમેન તૈનાત હતા. ડ્રાઇવરને જાણ પણ કરવામાં આવી હતી પરંતુ ડ્રાઇવરે ધ્યાન આપ્યું ન હતું. રેલવે બોર્ડના ચેરમેન અશ્વિની લોહાણીએ બનાવ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, ઘટનાસ્થળ પર ગેટમેન હતા. અરવિંદકુમાર ભારતી નામના ગેટમેને વાનચાલકને રોકવાના પ્રયાસો કર્યા હતા પરંતુ કાનમાં ઇયરફોન હોવાના લીધે તેને પાટા ઉપર આવી રહેલી ટ્રેન અંગે માહિતી મળી શકી ન હતી. અવાજ સંભળાયો ન હતો. બીજી બાજુ રેલવે માનવરહિત ક્રોસિંગને ખતમ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. ગોરખપુર રેલ મંડળમાં ૬૩૩ માનવરહિત ક્રોસિંગ છે. લોહાણીએ કહ્યું છે કે, આ વિસ્તારમાં અનેક જગ્યાઓ ઉપર માનવ રહિત ક્રોસિંગો ખતમ કરી દેવામાં આવ્યા છે. બાકીના માનવરહિત ક્રોસિંગને પણ ખતમ કરવામાં આવી રહ્યા છે. વર્ષ ૨૦૧૭માં રેલવે અકસ્માતોમાં ઘટાડો થયો છે. છેલ્લા ચાર મહિનાના ગાળામાં માનવરહિત ક્રોસિંગ ઉપર આ પ્રથમ બનાવ બન્યો છે. લોહાણીએ કહ્યું છે કે, બ્રોડગેજ ઉપર દેશભરમાં ૩૪૭૯ માનવરહિત રેલવે ક્રોસિંગ બચેલા છે જેથી તેમને ખતમ કરવા માટે સમય લાગી રહ્યો છે. લોહાણીએ દાવો કર્યો છે કે, ૩૧મી માર્ચ ૨૦૨૦ સુધી માનવરહિત રેલવે ક્રોસિંગ ખતમ કરી દેવામાં આવશે. અકસ્માતો ન થાય તે માટે માનવરહિત રેલવે ક્રોસિંગ ઉપર ગેટ મિત્રો તૈનાત કરવામાં આવ્યા છે. રેલવે દ્વારા જુદી રીતે નાણા આપવાની જાહેરાત કરી છે. દેશમાં માનવરહિત રેલવે ક્રોસિંગની સંખ્યાની વાત કરવામાં આવે તો ૭૫૫૦ રેલવે ક્રોસિંગ આવેલા છે. ૨૦૧૬-૧૭માં માનવરહિત રેલવે ક્રોસિંગ પર ૪૦ અકસ્માતો સર્જાયા હતા.
એપ્રિલ ૨૦૧૭ સુધીના આંકડા ઉપર નજર કરાવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષના ગાળામાં ૬૧૬૯ માનવરહિત રેલવે ક્રોસિંગ દૂર કરવામાં આવી ચુક્યા છે. આ કામગીરી ખુબ ઝડપથી ચાલી રહી છે. બ્રોડગેજ ઉપર દેશભરમાં ૩૪૭૯ માનવરહિત રેલવે ક્રોસિંગને ઝડપથી દૂર કરવામાં આવનાર છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY