છબીલ પટેલનો માંડવીનો બીચ રિસોર્ટ ટાંચમાં લેવાશે

0
26

માંડવી,તા.૧૫
કચ્છની સાથે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાવનાર પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલીના હત્યાકેસમાં જેમની સંડોવણી ખુલ્લી છે એ છબીલ પટેલની ધરપકડ માટે વોરન્ટ પણ ઇસ્યુ કરવાની કાયદાકિય પ્રક્રિયા આગળ ધપાવી દેવાઇ છે. વોરન્ટ ઇસ્યુ થયા બાદ છબીલ પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો તેનો સુરખાબ બર્ડ રિસોર્ટ (સેરેનાબીચ)ને ટાંચમાં લેવામાં આવશે.
છબીલ પટેલે સુરખાબ બર્ડ રિસોર્ટમાં ડાયરેક્ટર બનીને સરકારી જમીન ૩૬૮ પૈકી ૧૦૧ની ૨૦૨૩૫૦ ચોરસ મિટર જમીન પર આ રિસોર્ટનું નિર્માણ કર્યું છે. રિસોર્ટ માટે મંજુર થયેલી જમીન પૈકી કેટલીક ગૌચર હોવાની વાત તે સમયે ધ્યાને આવી હતી.
છબીલ પટેલે સરકારી જમીન પાણીના ભાવે મંજુર કરી રિસોર્ટનો ધીકતો ધંધો કર્યો હોવાનુંય ધ્યાને આવ્યું હતું. છબીલ પટેલ પોલીસ તપાસમાં સહકાર નહીં આપે તો આકરા પગલાં ભરવા માટેનો તખ્તો ઘડાઇ રહ્યો છે. રિસોર્ટને ટાંચમાં લેવાની તજવીજ ચાલી રહી છે તે આ જ પગલાંનો એક ભાગ હોવાનું મનાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY