મોડીરાત્રે અંકલેશ્વરની પ્રીતેન હેલ્થ કેર કંપનીમાં ધડાકો : બે કામદારોના મોત

0
11

દુર્ઘટનામાં બે કામદારો ગંભીર રીતે દાઝી ગયા
સુરત, તા.૧૫
અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ પ્રીતેન હેલ્થકેર કંપનીમાં મોડી રાત્રે અચાનક પ્લાન્ટ માં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળતા નાશભાગ મચી જવા પામી હતી ૫ જેટલા ફાયરબ્રિગેડ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં ૨ કામદારો ના મોત નિપજ્યા હતા જયારે બે કામદારો દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ પ્રીતેન હેલ્થકેર કંપનીમાં મોડી રાત્રે રસાયણીક પ્રકિયા ચાલી રહી હતી તે દરમિયાન પ્લાન્ટ માં અચાનક ધડાકો થતા આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી આ આગની જાણ ડીપીએમસી ફાયર સ્ટેશન માં કરાતા ૬ જેટલા ફાયર બ્રિગેડ સાથે ફાયટરો દોડી આવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ,આ ઘટના દરમિયાન પ્લાન્ટ માં કામ કરી રહેલા બે કામદારો ને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સાથે જ મોત નિપજ્યા હતા જયારે બે કામદારો દાઝી જતા તાત્કાલીક સારવાર અર્થે ભરૂચની હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પ્લાન્ટ માં બ્લાસ્ટ થવાના કારણે સમગ્ર પ્લાન્ટ ધરાસાય થઇ જતા મોટું નુકશાન થવા પામ્યું હતું આ ઘટનાની જાણ જીઆઇડીસી પોલીસ મથકમાં થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY