માંડવી ખાતે શ્રીસાગર સેનાની મિટીંગ દ્વારા ખારવા સમાજમાં માર્ગદર્શન આપવામાં આવ્યું.

0
617

માંડવીમાં શ્રીસાગર સેનાની મીટીંગ દ્વારા જનજાગૃતિ માર્ગદર્શન ખારવા સમાજમાં આપવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન કાર્યક્રમ હેઠળ સમાજના યુવાનો ભાઈઓ તથા બહેનોને બારગામ સમાજના ઠરાવ નં.૧૦ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી અને જનજાગૃતિ લાવવા ઉદ્દેશથી આ કાર્યક્રમ યોજાયો હતો.

સમાજમાં સલાહ અને સમજણ આપવામાં આવી હતી. જેથી સમાજમાં બહારથી લગ્ન કરેલા કુટુંબોને હકો ન છીનવાય અને સમાજના બે ભાગ ન થાય સમાજમાં ભાઇચારો બની રહે તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ. ભવિષ્યમાં સમાજના યોગ્ય હાથોમાં રહે એવી આ મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી. આ સમાજના ઠરાવ નં. ૧૦નો વિરોધ અને આક્રોશ નોંધાવ્યો હતો. આ મિટિંગમાં માજી પ્રમુખ શિવજીભાઇ, વિજયભાઈ જનકભાઈ ચંદ્રકાંતભાઈ અને સાગર સેનાની સમિતિના આગેવાનો પરેશ ખારવા,નિલેશ માલમ,‌પારસ માલમ, વિપુલ હોદાર, મહેન્દ્ર માલમ, વિજય પાજરીવારા, કિશન ચુડાસમા, હિરેન મીઠાવાલા,લવેશ ઝાલા અને મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી હતી.

ગૌતમ બુચિયા
9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY