દરિયામાં બે શંકાસ્પદ બોટ દેખાતા પોલીસે કરી અટકાયત

0
7

માંગરોળ,તા.૧૫
માંગરોળ સમુદ્રમાં ૨ શંકાસ્પદ બોટ દેખાતા પોલીસે બોટનો પીછો કર્યો હતો અને પૂછપરછ કરી હતી. જા કે અંતે ઓએનજીસીએ બોટ ભાડે રાખી હોવાનું ખુલ્યું હતું. તેમ છતાં પણ તંત્રએ હાલ બોટનો કબ્જો લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે.
ખારવા સમાજના જાગૃત આગેવાને માંગરોળ એએસપી રવિ તેજા શેટીને જાણ કરતા એએસપી તથા પીએસઆઈ દેસાઇ તથા સ્ટાફના પાચેક કોન્સ્ટેબલ સાથે માંગરોળ દરીયા કિનારે પહોંચી ગયા હતા અને પ્રાઇવેટ બોટ અક્ષદિપ આઈએનડી જેના રજીસ્ટ્રેશન નં.જી.જે.૧૧ એમ.એમ.૫૧૬ જેના માલીકનુ નામ દામોદર ધનજીભાઈ ચામુંડીયાની બોટ મરફતે તેમનો ચાર કલાક પીછો કરી બોટને વેરાવળ નજીક રોકી તેની પૂછપરછ કરી તપાસ કરી હતી.
જો કે તપાસ દરમિયાન કોઈ વાંધાજનક મટીરીયલ કે કાગળ મળ્યા ન હતા. શંકાસ્પદ જાવા મળેલી એક બોટનુ નામ અલઆરીઝ નં. એમએનવી૨૧૩૭ હતું. જે માંડવી રજીસ્ટ્રેશન વાળા આઠ ખલાસીઓ સાથે હતા. બીજી બોટનું નામ શાહીબુખારી નં. વીબીડીઆઈ૭૪ છ ખલાસીઓ સાથે હતાં. બંને બોટ જામ સલાયાથી મુંબઈ તરફ જઈ રહી હતી અને આ બોટોને ઓ.એન.જી.સી. એ ભાડે રાખેલ હોવાનું જાણવા મળ્યું હતું હાલ બંને બોટ વેરાવળ લઇ જવાય છે અને ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY