વાયનાડ : રાહુલ ગાંધીના રોડ શોમાં ‘પાકિસ્તાની’ ઝંડો દેખાતા કોંગ્રેસ ‘ડરી’ ગઇ?

0
15

વાયનાડ,તા.૪
કેરળમાં એકબાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વાયનાડ સીટ પરથી ચૂંટણી મેદાનમાં છે. ત્યાં ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)ના ઝંડા એ કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે.IUML રાજ્યમાંUDF(યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ)નું નેતૃત્વ કરી રહેલ કોંગ્રેસના મોટો સહયોગીઓમાંથી એક છે. પાર્ટીના લીલા ઝંડાને લઇ સોશિયલ મીડિયા પર ચર્ચા અને કેટલીય અફવાઓ ચાલી રહી છે. લીલા ઝંડા દેખાતા પાકિસ્તાની ઝંડાની અફવા ફેલાવા લાગી હતી.
ગુરૂવારના રોજ જ્યારે રાહુલ ગાંધી વાયનાડ પહોંચ્યા તો કેટલાંક મીડિયા રિપોર્ટમાં કહ્યું છે કે કોંગ્રેસ તેમના કાર્યક્રમ દરમ્યાન આઇયુએમએલના લીલા ઝંડાઓથી બચવા માંગે છે. આ ચર્ચાએ એટલું જાર પકડયું કે મહાસચિવ કેપીએ મજીદને મીડિયામાં આવીને સ્પષ્ટતા કરવી પડી. તેમણે મીડિયામાં આવી આ સમાચારોનુ ખંડન કર્યું. મજીદ એ સ્પષ્ટતા કરી કે રાહુલના વાયનાડ પ્રવાસમાં એવો કોઇ નિર્ણય થયો નથી કે આઇયુએમએલના ઝંડા કે સિમ્બોલથી બચાવામાં આવે. તેમણે કહ્યું કે પાર્ટીની સ્થાપનાના પહેલાં દિવસથી જ આઇયુએમએલ ગર્વની સાથે લીલા ઝંડાનો ઉપયોગ કરી રહ્યાં છે.
વાયનાડથી રાહુલની ઉમેદવારીના એલાન બાદ સોશિયલ મીડિયા પર કેટલાંય યુઝર્સે વીડિયો પોસ્ટ કર્યો. આ વીડિયોમાં કેટલાંક લોકો રાહુલનું પોસ્ટર લઇ આઇયુએમએલનો લીલો ઝંડો લહેરાવી રહ્યા હતા. પોસ્ટમાં દાવો કરાયો કે વાયનાડમાં રાહુલના પ્રચાર અભિયાન દરમ્યાન પાકિસ્તાની ઝંડાનો ઉપયોગ કરાઇ રહ્યો છે. આઇયુએમએલના વાયનાડ જિલ્લા ઉપાધ્યક્ષ ટી.મુહમ્મદે કહ્યું કે પાર્ટીની છબીને તોડવા માટે આવી કોશિષ થઇ રહી છે. અમે હંમેશા ધર્મનિરપેક્ષતા અને લોકતાંત્રિક આદર્શોને ઉપર રાખ્યા છે. મુહમ્મદ આ વિધાનસભા ક્ષેત્રમાં યુડીએફના કેમ્પેઇન કમિટીના પણ અધ્યક્ષ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY