ઘરેથી ભાગેલા માસૂમ પુત્રનું ૪ વર્ષે પિતા સાથે પુનઃમિલન થયું

0
72

સુરત,
તા.૧૦/૦૩/૨૦૧૮

મૂળ રાજસ્થાનના વતની અને વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરમાલ ગામે રહેતા ખેતમજૂરનો આઠ વર્ષનો માસૂમ પુત્ર ઘરેથી ભાગી ગયા બાદ ચાર વર્ષે પિતા સાથે સુરતના ઓબ્ઝર્વેશન હોમમાં મિલન થયું હતું. મૂળ રાજસ્થાનના વતની તથા વડોદરાના ડભોઈ તાલુકાના કરમાલ ગામના સરપંચના ખેતરમાં ખેત મજુરી કરતા હીરીયા ભાઈનો ૮ વર્ષનો પુત્ર આજ થી ચારેક વર્ષ પહેલા ઘરેથી લાપત્તા થઈ ગયો હતો. બાળપણમાં જ માતા ગુમાવનાર લાપત્તા સગીર પુત્રનો કોઈ ફોટો કે અન્ય કોઈ આધાર પુરાવો ન હોવાથી ખૂબ શોધખોળ, ગૂમ થયાની ફરિયાદ છતાં પત્તો નહી મળતા અન્ય બે સંતાનોમાં મન પરોવી પિતા હીરીયાભાઈ લાપત્તા પુત્ર મળશે તેવી આશા જીવંત રાખી હતી. દરમિયાન તેમનો પુત્રી વડોદરાથી ટ્રેન મારફતે અમદાવાદ થઈ છેક યુ.પી.ના કાનપુર સુધી પહોંચી ગયો હતો. જ્યાં બાળ ઓબ્ઝર્વેશન હોમમાં ત્રણ વર્ષ રહ્યા બાદ લાપત્તા બાળક ગુજરાતનો હોવાનું જણાતા સુરતના વી.આર.પોપાવાલા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં ટ્રાન્સફર કરાયો હતો.

સંસ્થાના લેગ્વેજ ટીચર રમેશભાઈ પટેલે બાળકને વિશ્વાસમાં લઈને હિસ્ટ્રી પુછતાં તેણે વડોદરા અને કરમાલ ગામમાં પિતા ખેતરમાં કામ કરતા હોવાનું જણાવતા ડભોઇ પોલીસને મેસેજ અપાયા બાદ શરુ થયેલી તપાસમાં કરમાલ ગામના સરપંચે પોતાને ત્યાં કામ કરતા હીરીયાભાઈનો પુત્ર છેલ્લાં ચાર વર્ષથી લાપત્તા હોવાનું જણાવ્યું હતુ. ચાઈલ્ડ વેલ્ફેર કમીટી સમક્ષ આ કેસ આવતા કરમાલ ગામના સરપંચ તથા બાળકના પિતા આજે આબ્ઝર્વેશન હોમ ખાતે આવી પહોંચ્યા હતા.જ્યાં ચાર વર્ષ બાદ માસૂમ બાળક સાથે પિતાનું મિલન થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY