કંંગના રનૌતની ‘મણિકર્ણિકા’ ફરી અડચણમાં, શૂટિંગ રદ્દ કરાયું

0
10

મુંબઈ,તા.૩૦
બાલીવુડ કિવન કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ ‘મણિકર્ણિકા’ પર ફરીથી વિવાદોમાં ફસાઇ છે, અગાઉ પણ અનેક વિવાદોના કારણે ફિલ્મ ચર્ચામાં આવી હતી હવે ફિલ્મની શૂટિંગમાં નવી અડચણો આવી રહી છે.
રિપોટ્‌ર્સ છે કે, કંગના રનૌતની સૌથી મોંઘી ફિલ્મ ‘મણિકર્ણિકા’ કામ કરી રહેલા કારીગરો અને ટેકિનશિયનોને પૈસા ના ચૂકવવાના કારણે મજદૂર યૂનિયન અને ફેડરેશન વાળાએ બુધવારે ફિલ્મના બાકીના શૂટિંગને બંધ કરી દીધુ હતું.
ઉલ્લેખનીય છે કે, ત્રણ-ચાર દિવસનું શૂટિંગ થવાની બાકી હતી, ફેડરેશનના ચેરમેન બીએન તિવારી અને જનરલ સેક્રેટરી અશોક દુબે તથા મજદૂર યૂનિયનના જનરલ સેક્રેટરી ગંગેશ્વર શ્રીવાસ્તવ અનુસાર, ફિલ્મના કામદારો, ટેકિનશિયનો અને ઇકિવપમેન્ટના દોઢથી બે કરોડ રૂપિયા બાકી છે.
મજદૂર યૂનિયનની માંગ છે કે જ્યાં સુધી બાકીના પૈસા નહીં ચૂકવાય ત્યાં સુધી શૂટિંગ ચાલુ કરવામાં નહીં આવે. વર્કર્સ ફિલ્મથી દુરજ રહેશે. નોંધનીય છે કે, ફિલ્મ ‘મણિકર્ણિકા’ આગામી ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મ ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ પર આધારિત છે. ફિલ્મમાં કંગના રનૌત ઝાંસીની રાણીની ભૂમિકામાં જાવા મળશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY