મનીલા,તા.૨૯
શનિવારે ફિલિપાઇન્સમાં ૬.૯ તીવ્રતાના ભયાવહ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ દક્ષિણ ફિલિપાઇન્સમાં સ્થિત ટાપુ મીડાનાઉમાં આવ્યો છે આ સાથે સુનામી ચેતવણી સેન્ટરે ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને પલાઉમાં સુનામી ત્રાટકવાની પણ આગાહી કરી છે.
પેસેફિક સુનામી વો‹નગ સેન્ટરે જણાવ્યું હતું કે, ભૂકંપને પગલે સુનામીના હળવા મોજા ફિલિપાઇન્સના અને ઇન્ડોનેશિયા પર ત્રાટકી શકે છે. સેન્ટરે ચેતવણી આપી હતી કે, ૩૦ સેમી કરતા ઓછી ઊંચાઇના સુનામીના મોજા દરિયામાં ઉછળી શકે છે. જાકે ફિલિપાઇન્સના નાગરિક સંરક્ષણના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભૂકંપને કારણે કોઇ જાન-માલને નુકસાન થયું નથી.
નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૩માં આવેલા ૭.૫ તીવ્રતાના ભૂકંપને કારણે લગભગ ૨૨૦ લોકોના મોત થયા હતા અને ફિલિપાઇન્સનો ઐતિહાસિક ચર્ચ પણ ધ્વસ્ત થઇ ગયું હતું. આ સિવાય ઇન્ડોનેશિયામાં આ વર્ષે સપ્ટેમ્બરમાં આવેલા ભૂંકપને કારણે લગભગ ૨૨૦૦ લોકોના મોત થયા હતા અને અનેક ઇમારતો ધ્વસ્ત થઇ ગઇ હતી. ગત સપ્તાહે ઇન્ડોનેશિયામાં આવેલા સુનામીમાં ૪૦૦થી વધુ લોકો મોતને ભેટ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




