અમદાવાદ,
તા.૨૪/૦૩/૨૦૧૮
મોબાઇલ ફોનનો ઉપયોગ કરનારા લોકોમાં ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદમાં બન્યો છે. જેમાં એક વ્યક્તના ખિસ્સામાં રાખેલો મોબાઇલ ફોનમાં અચાનક બ્લાટ થયો હતો. જેના પગલે વ્યક્તને ઇજાઓ પહોંચી હતી.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં આવેલા સ્વસ્તીક ચાર રસ્તા પાસે એક વ્યક્તના ખિસ્સામાં રાખેલો મોબઇલ ફોનમાં અચાનક ધડાકો થયો હતો. જેના પગલે આ વ્યક્તને પેટના ભાગે ઇજાઓ પહોંચી હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે મોબાઇલની બેટરીમાં બ્લાસ્ટ થયો હોવાથી સર્ટનું ખિસ્સું પણ ફાટી ગયું હતું. સ્થાનિક લોકોએ તરત જ તેમની ઉપર પાણી રેડ્યું હતું. ઇજાગ્રસ્ત વ્યક્તને સારવાર આપવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"