ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અમરનાથ યાત્રા શરુ: જમ્મૂથી પહેલુ ગ્રુપ રવાના

0
67

શ્રીનગર,તા.૨૭
બાબા અમરનાથની યાત્રાનો આજથી પ્રારંભ થઈ ગયો છે. આ યાત્રા માટે ૧.૯૬ લાખ શ્રદ્ધાળુઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બુધવારે વહેલી સવારે શ્રદ્ધાળુઓની પહેલો જથ્થો જમ્મુ બેઝ કેમ્પથી રવાના થયો છે. યાત્રીઓનો પહેલો જથ્થો કાશ્મીરના બે આધાર શિબિર બાલટાલ અને પહલગામથી રવાના થયો છે.
આ યાત્રીઓ દિવસે જ કાશ્મીરના ગાંદેરબાલ સ્થિત બાલટાલ અને અનંતનાગમાં આવેલ નુનવાન, પહલગામ આધાર શિબિર પહોંચશે. આ જથ્થામાં કુલ ૧૯૦૪ શ્રધ્ધાળુઓ છે જેમાં ૧૫૫૪ પુરૂષ, ૩૨૦ મહિલાઓ અને ૨૦ બાળકોનો સમાવેશ થાય છે. આ વખતે અમરનાથયાત્રાને લઈને ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સુરક્ષા વ્યવસ્થાને લઈને મલ્ટિ લેયર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં સુરક્ષા માટે વધારાની ૨૧૩ આર્મીની કંપની તૈનાત કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની ગાડીઓ પર પણ પહેલી વાર રેડીયો ટેગીંગ કરવામાં આવ્યું છે. સુરક્ષા માટે ૪૦ હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, યાત્રાના રૂટમાં પાકિસ્તાની આતંકીઓ ઘૂસ્યા હોવાની માહિતી મળી હતી. ગુપ્તચર વિભાગના અહેવાલ મુજબ કંગન વિસ્તારમાં ૨૦ આતંકવાદીઓ ઘુસ્યા છે. જેને લઈને હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુપ્તચર વિભાગના અહેવાલ બાદ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.
પવિત્ર અમરનાથ યાત્રાનો આજથી શુભારંભ થઈ ગયો છે. અમરનાથ યાત્રા માટે પ્રથમ જથ્થો જમ્મૂથી રવાના થઈ ગયો છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત કરવામાં આવી છે. અમરનાથ યાત્રાના રૂટપર ૧૦ ફૂટે એક જવાન તૈનાત છે.
ટ્રાફિક નિયંત્રણ માટે પણ જવાનોને ખડેપગે રાખવામાં આવ્યા છે. ૩૦૦થી વધુ જવાનો ઉધમપુરમાં તૈનાત કરવામાં આવ્યા છે. જમ્મૂ-કશ્મીર પોલીસ, CRPF, ITBP અને અન્ય સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દેવાઈ છે..જ્યારે અમરનાથ રૂટ પર પણ સુરક્ષા જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY