મારા નિવેદનથી કોઈને કષ્ટ થયું હોય તો મને તેનો ખેદ છે : નરેશ અગ્રવાલ

0
106

ન્યુ દિલ્હી,
તા.૧૩/૦૩/૨૦૧૮

ભાજપમાં સામેલ જાડાયા પછી અભિનેત્રી જયા બચ્ચન પર વિવાદાસ્પદ નિવેદન આપનાર સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા નરેશ અગ્રવાલને ચારેબાજુથી નિંદાનો સામનો કરતા પોતાના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો. ઉલ્લેખનીય છે કે કે સોમવારના રોજ ભાજપમાં સામેલ થયા બાદ પોતાની પહેલી જ પત્રકાર પરિષદમાં અગ્રવાલે તેમની જગ્યાએ જયાને આપતા સપા પર નિશાન સાંધ્યું હતું. તેમણે કહ્યું હતું કે પાર્ટીએ તેમની તુલના ફિલ્મ અભિનેત્રી સાથે કરી છે ‘જે ફિલ્મોમાં નાચતી હતી’.જો કે તેના નિવેદનથી ત્યાં બેઠેલા ભાજપ નેતા અસહજ થઇ ગયા પાર્ટીએ તરત આ નિવેદનથી પોતાને અલગ કરી લીધા હતા.

અગ્રવાલે મંગળવારના રોજ જયા પર આપેલા નિવેદન પર સ્પષ્ટતા કરતાં કહ્યું કે મારા નિવેદનથી કોઇને કષ્ટ થયું છે તો મને તેનો ખેદ છે. મને સપાએ ટિકિટ આપવી યોગ્ય ના સમજ્યું અને જયાને ટિકિટ આપી. હું કોઇ વિવાદમાં નથી પડવા માંગતો અને ખેદ વ્યક્ત કરું છું. જા કે પત્રકારો દ્વારા વારંવાર માફી માંગવાના પ્રશ્ન પર પણ અગ્રવાલે પોતાના નિવેદન માટે માફી માંગી નહીં. તેમણે ઉલટાનું પૂછયું, ‘ખેદ શબ્દનો મતલબ સમજા છો તમે?’

રામ મંદિરના પ્રશ્ન પર અગ્રવાલે કહ્યું કે હું પણ હિન્દુ છું અને પૂજા કરું છું. રામ મંદિરનો કોઇપણ હિન્દુએ વિરોધ કર્યો નથી. મુસ્લિમોને પણ રામ મંદિરથી કોઇ મુશ્કેલી નથી. રામ પર તેમના અગાઉના નિવેદનો પર પૂછતા અગ્રવાલે કહ્યું કે તે જૂની વાતોમાં જવા માંગતા નથી.

સ્મૃતી ઈરાનીએ પણ ટ્‌વીટર ઉપર પોસ્ટ કરીને જણાવ્યુ હતુ કે, કોઈ પણ મહિલાની મજાક ઉડે અથવા તેને ઠેસ પહોંચે તે નહી ચલાવી લેવાય.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY