લખનઉ,
તા.૧૩/૦૩/૨૦૧૮
પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેનાર રાજ્યસભા સાંસદ નરેશ અગ્રવાલ સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થવાની સાથે જ વિવાદને પણ સાથે જ લઈને આવ્યા છે. એસપી સંરક્ષક મુલાયમ સિંહ યાદવે નરેશ અગ્રવાલના પર પ્રથમ પ્રતિક્રિયા આપી છે. મુલાયમ સિંહ યાદવે કહ્યું કે, નરેશ અગ્રવાલના જવાથી સપાને ફાયદો થશે કોઈ નુકસાન થશે નહીં. નરેશ અગ્રવાલ મુલાયમ સિંહ યાદવના ભાઈ રામ ગોપાલ યાદવના નજીક હોવાનું માનવામાં આવતાં હતા અને તેમને રાજ્યસભાની ટિકીટ ન મળવાના કારણે સોમવારે સપા છોડી ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
નરેશ અગ્રવાલે પોતાની ભાજપમાં સામેલ થવાની પ્રથમ પત્રકાર પરિષદમાં સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવ અને રામગોપાલ યાદવ પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું હતું પરંતુ તેમ કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં પક્ષની લોકપ્રિયતા ઓછી થઈ રહી છે. તેમણ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહની પ્રશંસા કરી હતી અને કહ્યું કે, તેમના સમાજના લોકો પાર્ટીની સાથે મજબૂતીથી સહકાર આપશે.
અત્રે નોંધનીય છે કે, સોમવારના રોજ ભાજપમાં સામેલ થયા બાદ પોતાની પહેલી જ પત્રકાર પરિષદમાં અગ્રવાલે તેમની જગ્યાએ જયાને આપતા સપા પર નિશાન સાંધ્યું હતું. તેમણે કહ્યું હતું કે પાર્ટીએ તેમની તુલના ફિલ્મ અભિનેત્રી સાથે કરી છે ‘જે ફિલ્મોમાં નાચતી હતી’. જો કે તેના નિવેદનથી ત્યાં બેઠેલા ભાજપ નેતા અસહજ થઇ ગયા પાર્ટીએ તરત આ નિવેદનથી પોતાને અલગ કરી લીધા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"