ન્યુ દિલ્હી,તા.૧
વિધિ આયોગે રજૂઆત કરી છે કે મહિલા અને પુરુષો માટે લગ્ન કરવાની ઉંમર સમાન હોવી જાઈએ. હકીકતમાં અલગ અલગ કાયદા હેઠળ મહિલા અને પુરુષો માટે લગ્ન કરવાની ઉંમર ક્રમશઃ ૧૮ વર્ષ અને ૨૧ વર્ષ છે. પરિવાર કાયદામાં સુધારા પર પોતાના પત્રમાં આયોગે જણાવ્યું કે, જા ૧૮ વર્ષ બાદ કોઈ વ્યક્તિને પાતોની સરકારની પસંદગી કરવાનો આધિકાર હોય તો તેને ચોક્સ રૂપો પોતાનો જીવનસોથી પસંદ કરવા માટે પણ સક્ષમ સમજવો જાઈએ. ૧૮ વર્ષની ઉંમરને લગ્ન કરવા માટેની કાનૂની ઉંમર તરીકે માન્યતા મળવી જાઈએ
પત્રમાં જણાવવામાં આવ્યું હતુ કે, પતિ અને પત્ની બન્નેની ઉંમરમાં અંતરનો કોઈ કાયદાકીય આધાર નથી. કારણકે લગ્ન કરી રહેલા બન્ને વ્યક્તિઓ બધી રીતે બરાબર છે અને તેમને તેમની બરાબરી વાળા લોકો સાથે જ ભાગીદારી હોવી જાઈએ. આયોગે એ વાત પણ શેર કરી કે મહિલા પુરુષના લગ્નની ઉંમરમાં ફરક રાખવો એ એક એવી વાતને પીઠબળ આપવા જાવી વાત છે કે પત્ની પતિ કરતા ઉંમરમાં નાની જ હોવી જાઈએ.
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ સમયે સમાન નાગરિક સંહિતાની ન તો જરૂરિત છે અને ન ઇચ્છિત. આયોગે વિવાહ, તલાક, ભરણપોષણના કાયદા તથા મહિલાઓ અને પુરુષોના લગ્ન યોગ્ય ઉંમરના બદલાવ માટે મત આપ્યો છે.
પરામર્શપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સમાન નાગરિક સંહિતાનો મુદ્દો વ્યાપક છે અને તેના સંભવીત પરિણામો ભારતમાં પારખવામાં આવ્યા નથી. માટે બે વર્ષોમાં કરવામાં આવેલી વિસ્તૃત શોધ અને તમામ ચર્ચાઓ બાદ આમા સુધારા માટે ભલામણ કરી છે. આયોગના અધ્યક્ષ ન્યાયમૂર્તિ બી એસ ચૌહાને કહ્યું હતુ કે, સમાન સંહિતા કરવા કરતા આયોગ પર્સનલ લામાં બદલાવ કરવો જાઈએ. હવે આ ૨૨માં વિધિ આયોગ પર નિર્ભર કરે છે કે તે આ વિવાદિત મુદ્દા પર અંતિમ રિપોર્ટ લઈને આવે. હાવમાં જ આ મુદ્દા પર ધણી ચર્ચાઓ કરવામાં આવી છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




