એસબીઆઇએ MCLR ૦.૨% વધાર્યો કર્યો : હોમ, ઓટો લોન્સ થઇ મોંઘી

0
32

મુંબઈ,તા.૧
દેશની સૌથી મોટી બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)એ શનિવારે તેનો બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (MCLR) ૦.૨ ટકા વધાર્યો છે. આ સાથે એસબીઆઇની MCLR આધારીત હોમ, ઓટો અને અન્ય લોન્સ મોંઘી બની છે. અન્ય બેન્કોએ કરેલા વધારાના પગલે એસબીઆઇએ આ પગલું લીધું છે. નવા દરો શનિવારથી અમલી બન્યા છે.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ત્રણ વર્ષ સુધીની તમામ મુદતોના ધિરાણ દરોમાં ૨૦ બેઝિસ પોઇન્ટનો વધારો કર્યો છે. એસબીઆઇની વેબસાઇટ અનુસાર, સ્ઝ્રન્ઇ આધારીત ઓવરનાઇટ અને એક માસની મુદતના ફંડની માર્જિનલ કોસ્ટ ૮.૧ ટકા થઇ છે, જે અગાઉ ૭.૯ ટકા હતી. એક વર્ષની મુદત માટે ૮.૨૫ ટકાથી વધીને ૮.૪૫ ટકા થયો છે. મોટા ભાગની રીટેલ લોન્સના વ્યાજ દર એક વર્ષના MCLRના આધાર પર નક્કી કરવામાં આવે છે. ત્રણ વર્ષની મુદતનો સ્ઝ્રન્ઇ ૮.૪૫ ટકાથી વધીને ૮.૬૫ ટકા થયો છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ એટલે કે રેપો રેટનો ૨૫ બેઝિસ પોઇન્ટ વધારીને ૬.૫ ટકા કર્યો હતો તેના એક મહિના પછી એસબીઆઇએ સ્ઝ્રન્ઇ વધાર્યો છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ૩૦ જુલાઇના રોજ એફડી પરના વ્યાજ દર પણ ૦.૦૫ ટકાથી ૦.૧૦ ટકા સુધી વધાર્યા હતા. એક કરોડ રૂપિયાથી ઓછી અને ૧થી ૧૦ વર્ષની મુદતની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર વધારવામાં આવ્યા હતા.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY