ન્યુ દિલ્હી, તા.૧૦
દેશભરમાં વિરોધ પક્ષોએ ભલે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોને લઈને ભારત બંધનું એલાન કર્યું હોય, પરંતુ મોંઘવારી પર તેની અસર જાવા મળતી નથી. બંધ વચ્ચે પણ આજે ઈંધણ તેલની કિંમતોમાં વધારો તો યથાવત જ રહ્યો છે. દેશના અનેક શહેરોમાં પેટ્રોલ ૮૦ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે પણ દેશમાં એક જગ્યા એવી પણ છે કે જ્યાં પેટ્રોલના લિટરના ભાવ ૯૦ રૂપિયા થઈ ગયાં છે.
મહારાષ્ટ્રના પરભણી જીલ્લામાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર ૮૯.૯૭ રૂપિયા પહોંચી ગઈ છે. પેટ્રોલની કિંમતોને લઈને પરભજી જીલ્લા પેટ્રોલ ડિલર્સ એસોશિએશનના પ્રેસિડેંટ સંજય દેશમુખે કહ્યું છે કે, અહીં પેટ્રોલના ભાવ સોમવારે ૯૦ રૂપિયાના મનોવૈજ્ઞાનિક સ્તરની આસપાસ પહોંચી ગયો છે, જ્યારે ડીઝલ ૭૭.૯૨ રૂપિયા પ્રતિ લીટર છે. પરભણી સિવાય પણ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પેટ્રોલ ૮૮ અને ડીઝલ ૭૬ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. ઓલ ઈન્ડિયા પેટ્રોલ ડિલર્સ એસોસિએશનના પ્રવક્તા અલી દારૂવાલાએ આ જાણકારી આપી હતી.
પેટ્રોલ-ડીઝલના ભાવ છ સપ્તાહમાં પ્રતિ લિટર રૂ. ૫.૩૦ની વૃદ્ઘિ સાથે રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ રવિવારે મહારાષ્ટ્રના પરભણીમાં પ્રતિ લીટર ૮૯.૯૭, મુંબઈમાં રૂ. ૮૭.૮૯ અને ડીઝલ રૂ. ૭૭.૦૯ના ભાવે વેચ્યું હતું. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ અનુક્રમે રૂ. ૮૦.૫૦ અને ૭૨.૬૧ હતો. ૨૯ જુલાઈથી મુંબઈમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂ. ૫.૩૦ અને દિલ્હીમાં ઈં ૪.૯૯ વધ્યો છે. સમાન ગાળામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે રૂ. ૪.૨૮ અને રૂ. ૪.૩૪નો વધારો નોંધાયો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



