29 માં માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન રાજપીપલા ના ફળિયે ફળિયે ટ્રાફિક જાગૃતિ રેલી ફરી, ઠેર ઠેર સ્વાગત કરાયું 

0
62

રાજપીપલા: જિિલ્લા પોોલીસ વડા,કલેક્ટર સહિતનાા અધિકારીઓ, કર્મચારીઓ, સામાજિકસંસ્થાના હોદ્દેદારો,પત્રકર મિત્રોરો એ ટ્રાફિક જાગૃતિ રેલી માં ભાગ લઈ લોકોને ટ્રાફિક બાબતેની સમજૂતી આપી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો જેમાં ખુદ કલેક્ટર નિનામા અને પોલીસ વડા બગડિયા બાઇક ચલાવી સમગ્ર રેલીમાં હાજર રહ્યા હતા શહેર માં ઠેર ઠેર રેલીનું સ્વાગત કરાયું સૂર્ય દરવાજા પાસે પાલિકા પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલ સહીત પાલિકા કર્મચારીઓ અને રજપૂત ફળિયા ના યુવાનો એ સ્વાગત કર્યું જયારે આશાપુરી યુવક મંડળના યુવાનો અને આગેવાન જનક મોદી, શંકર પટેલ સહિતનાઓ એ સ્વાગત કરી ઠંડી છાશ અને કોલ્ડ્રિક પીવડાવી રેલીમાં જોડાયેલા સૌને આકરી ગરમી માં રાહત આપી હતી જયારે શહેર ના કસ્બાવાડ અને સિંધીવાડ માં પણ મુસ્લિમ આગેવાનો એ સ્વાગત કરી સહકાર આપ્યોયો હતો,જિલ્લાા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા ના ટ્રાફિક જાગૃતિ ના આ પ્રયાસ ને લોકો એ ખુબ બિરદાવ્યો અને આવકાર્યો હતો.

રેલી માં ટ્રાફિક જાગૃતિની સાથે સાથે પાણી બચાવો અને દારૂ નું દુષણ દૂર કરી દારૂ બંઘી બાબતે પણ લોકોને સહકાર આપવા અને જાગૃત કરવા એક સરસ પ્રયાસ કરાયો હતો ત્યારે નર્મદા જિલ્લા માં પ્રથમ વાર ટ્રાફિક સપ્તાહ માં આટલું જોરદાર અને લોકઉપયોગી આયોજન કરતા જિલ્લા કલેક્ટર અને

પોલીસ વડા ની આ કામગીરીને લોકોએ બિરદાવી હતી

અંદાજે 250 જેવી બાઈકો સાથે આ રેલીમાં મુસ્લિમ ,દલિત,આદિવાસી,પટેલ ,દરબાર સહીત તમામ જાતિના યુવાનો જોડાયા હતા જયારે વહીવટી તંત્ર તરફ થી ફોરેસ્ટ ,ડીસ્ટ્રીક કોર્ટ,બાળ વિભાવ વિભાગ ,જિલ્લા પંચાયત ,આરોગ્ય,શિક્ષણ સહીત તમામ વિભાગ ના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાતા ટ્રાફિક જાગૃતિ અભિયાન ને ચાર ચાંદ લાગ્યા હતા

રેલીનું મુખ્ય આકર્ષણ અને જાગૃતિ માટે નો સંદેશ એ હતો કે તમામે બાઈકો પર હેલ્મેટ પેહરી લોકોને નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી ,ત્યારે ગુજરાત માં પેહલી વખત જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટર જેવા જિલ્લા ના મુખ્ય અધિકારીઓ એક બાઇક પર સાથે બેસી જાગૃતિ માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY