ન્યુ દિલ્હી,તા.૨૪
મુખ્ય માહિતી કમિશનર (ચીફ ઇન્ફર્મેશન કમિશનર – સીઆઇસી) આર.કે. માથુરે વડા પ્રધાનની ઓફિસ(પીએમઓ)ને સુભાષચંદ્ર બોઝ વિશેની ફાઇલો વિશે માહિતી આપવાનું જણાવ્યું હતું. શોભિત ગોયલે ૨૦૧૭ના જાન્યુઆરીમાં કરેલી અરજી પર પીએમઓ પાસે સુભાષચંદ્ર બોઝ સંબંધિત ફાઇલોની સંખ્યા, જાહેર કરેલી ફાઇલો અને નાશપામેલી અથવા ગુમ થયેલી ફાઇલો વિશે માહિતી આપવાનું જણાવ્યું હતું.
પીએમઓ પાસેથી ઉક્ત મામલે સંતોષજનક ઉત્તર નહીં મળતાં ગોયલે ફર્સ્ટ એપેલેટ ઓથોરિટી અને સેન્ટ્રલ પબ્લિક ઇન્ફર્મેશન ઓફિસરના આદેશ સામે સેન્ટ્રલ ઇન્ફર્મેશન ઓફિસરને અપીલ કરી હતી.
પીએઓ દ્વારા તેની અરજી કેન્દ્રના સાંસ્કૃતિક મંત્રાલયને માહિતી આપવા ટ્રાન્સફર કરવામાં આવી હતી. એક મહિનાનો સમય ગયો હતો. જ્યારે આરટીઆઇ ઍક્ટ પ્રમાણે એ કામ પાંચ દિવસમાં થવું જાઇતું હતું, એમ ગોયલે જણાવ્યું હતું.
સુનાવણી દરમિયાન પીએમઓના અધિકારીઓએ માથુરને જણાવ્યું હતું કે તેમની ઓફિસમાં બોઝના સંદર્ભમાં ૫૮ ફાઈલ છે. એ બધી ફાઈલ નેશનલ આર્કાઇવ્સ ઓફ ઈન્ડિયાને મોકલવામાં આવી છે. અરજદારે માગેલી વધુ માહિતી સંવેદનશીલ છે અને એથી સંબંધિત અધિકારીની પગલાં વિષયક સલાહ લેવામાં સમય ગયો હતો.
ગોયલે જણાવ્યું હતું કે પ્રતિવાદીએ તેમની ઓફિસમાં ૫૮ ફાઈલ હોવાની કબૂલાત કરી હતી પણ પીએમઓ પાસે બોઝ સંબંધિત ફાઈલની સંખ્યા વિશે ખોટી માહિતી આપવામાં આવી હતી. કમિશને એવું મંતવ્ય વ્યકત કર્યું હતું કે ફરિયાદીએ ૨૦૧૭ના જાન્યુઆરીમાં કરેલી આરટીઓ હેઠળ પ્રતિવાદીએ સુધારિત જવાબ એપેલેટને આપવો જાઈતો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"