ત્રણ થી ચાર મહિનામાં સરકારી બેંકોના મર્જરની પ્રક્રિયા શરુ થશે

0
4

ન્યુ દિલ્હી,તા.૨૨
અત્યંત ખરાબ હાલમાં નાણાકીય સ્થિતિમાંથી પસાર થઈ રહેલી સરકારી ક્ષેત્રની બેન્કોમાં હવે વિલય અને એકીકરણ સરકારનો આગલો એજન્ડા છે ? બે દિવસ પહેલાં કાર્યવાહક નાણા મંત્રી પિયુષ ગોયલની સાર્વજનિક ક્ષેત્રની ૧૩ બેન્કોના પ્રમુખ સાથે બેઠકમાં જે પ્રકારે આ અંગે ચર્ચા થઈ તેનાથી સ્પષ્ટ છે કે સરકારનો આ પ્રકારનો એક મોટો એજન્ડા છે જેને તે વધુ દિવસો સુધી ટાળવા નથી માગતી. આ બેઠકમાં થયેલી ચર્ચાની જાણકારી રાખનારા એક સૂત્રએ કÌšં કે જા બધું સમુંસુતરું પાર ઉતર્યું તો બેન્ક વિલયના પ્રથમ તબક્કાની જાહેરાત ટૂંક સમયમાં થઈ જવાના અણસાર છે. પહેલા તબક્કામાં ચાર બેન્કોના વિલયની જાહેરાત કરવામાં આવી શકે છે જેમાં બે મોટી અને બે નાના આકારની સરકારી બેન્ક હશે.
ગોયલ નાણામંત્રીનો વધારાનો ચાર્જ સંભાળતાં પહેલાં જ સરકારી બેન્કોના વિલયની પ્રક્રિયા સાથે જાડાયેલા છે. ઓક્ટોબર-૨૦૧૭માં કેન્દ્ર સરકારે નાણામંત્રી અણ જેટલીની અધ્યક્ષતામાં એક વૈકલ્પીક વ્યવસ્થાની રચના કરી હતી જેમાં રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ અને કોયલા તથા રેલ મંત્રી પિયુષ ગોયલ પણ સભ્ય બનાવવામાં આવ્યા હતાં. આ ત્રણેય મંત્રીઓએ જ સરકારી બેન્કોના વિલય પર આવનારા પ્રસ્તાવો પર અંતિમ નિર્ણય લેવાયો હતો. ગોયલનું સુચન હતું કે ભારતીય સ્ટેટ બેન્કના ચેરમેન રજનીશકુમારને બેન્ક વિલય પર એક વિસ્તૃત પ્રેઝન્ટેશન આપવું જાઈએ.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જ એસબીઆઈમાં તેની પાંસ સબસીડીયરી બેન્કો અને ભારતીય મહિલા બેન્કનું વિલય કરવામાં આવ્યું હતું. એસબીઆઈ ચેરમેને પોતાના પ્રેઝન્ટેશનમાં જણશવ્યું કે વિલય તેની બેન્ક માટે એક શ્રેષ્ઠ નિર્ણય સાબિત થઈ રહ્યો છે. બેઠકમાં સામેલ તમામ બેન્કર એ વાતથી સહમત હતા કે હાલના પરિદૃશ્યમાં વિલય જ સાચું પગલું ગણાશે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY