અમદાવાદ,તા.૧૩
મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટે આગામી ઓક્ટોબરથી યુઝર્સ ચાર્જ લાવી રહ્યા છે, જેમાં નાગરિકો પાસેથી વાર્ષિક રૂ.૩૬પ અને દુકાન તેમજ કોમર્શિયલ એકમ પાસેથી વાર્ષિક રૂ.૭૩૦ વસૂલાશે, જાકે શાસક ભાજપ દ્વારા ઝૂંપડાં અને ચાલીમાં રહેનારા લોકોને આંશિક રાહત આપવાની જાહેરાત કરાઇ છે, જાકે શહેરનાં શાકમાર્કેટ- ફ્રૂટમાર્કેટ મોટી શૈક્ષણિક સંસ્થા, મોટી હોટલ-કલબ, જિમખાના વગેરેનો દૈનિક કચરો ૧૦૦ કિલો કે તેથી વધારે નીકળતો હશે તો તેવા એકમ માટે યુઝર્સ ચાર્જની સાથે કચરાનો સ્થળ પર નિકાલ કરવા બાયોગેસ પ્લાન્ટ નાખવા પડશે.
વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોએ ગઇ કાલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટને ફૂલ આપીને આ દરખાસ્તનો ઉગ્ર વિરોધ કર્યો છે, જા કે રૂ.૯૬ કરોડનો યુઝર્સ ચાર્જ ગરીબ વર્ગના નાગરિકોને અપાનારી આંશિક રાહતનો અપવાદ બાદ કરતાં અમદાવાદીઓ ઉપર લદાશે તે બાબત નિશ્ચિત છે.
સત્તાવાળાઓની દરખાસ્તમાં દૈનિક ૧૦૦ કિલો કે તેથી વધુ કચરો ઉત્પન્ન કરનાર એકમોએ ફરજિયાત બાયોગેસ પ્લાન્ટ નાખવાનો ઉલ્લેખ કરાયો છે તેમ જણાવતા મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેકટર હર્ષદ સોલંકી કહે છે, અમદાવાદમાં એક અંદાજ પ્રમાણે આવા ૧૦૦થી વધુ એકમ છે, જે પૈકી કેટલાક એકમ પાસે બાયોગેસ પ્લાન્ટની વ્યવસ્થા છે, પરંતુ તંત્ર ટૂંક સમયમાં સર્વ કરીને પ્લાન્ટ નહીંં ધરાવતા એકમને ફરજિયાતપણે પ્લાન્ટ નાખવાની નોટિસ ફટકારશે.
ગુજરાત યુનિવર્સિટી, આઇઆઇએમ, વાસણા-જમાલપુર એપીએમસી માર્કેટ, જમાલપુર ફૂલબજાર, કાલુપુર-નરોડા ફ્રૂટ માર્કેટ, મોટી હોટલ, કલબ, જિમખાના, ઓએનજીસીનાં રહેણાક મકાનો વગેરે સ્થળોએ દરરોજ સો કિલોથી વધુ કચરો ઉત્પન્ન થાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



