બુટલેગરો વિરુદ્ધની તપાસમાં ઢીલો કેસ બનાવનાર લિંબાયતનો કોન્સ્ટેબલ સસ્પેન્ડ

0
85

લીંબાયતના રાજુ અને શીલા નામના બુટલેગર સામેની તપાસ માં તેમને ફાયદો થાય તેવી રીતે તપાસ કરનાર લિબાયત પોલીસ ના હેડ. કોન્સ્ટેબલ ને આજે સસ્પેન્ડ કરી દેવાયો હતો.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, થોડા સમય પહેલા ડીજી વિજીલન્સની ટીમે લીંબાયતના લીસ્ટેડ બુટલેગર રાજુ અને શીલા ને ત્યાં રેડ કરી ને મોટી માત્રા માં દારૂનો જથ્થો પકડ્યો હતો, અને તેની સામે ગુનો નોંધીને લિબાયત પોલીસને સોપી દીધા હતા આ કેસની તપાસ ડી.સ્ટાફ ના હેડ.કોન્સ અજીતસિંહ ઠાકોર ચલાવી રહ્યા હતા. જોકે અજીતસિંહે રાજુ અને શીલા સામેના ગુના ની તપાસ માં પેહલેથીજ બુટલેગરોને ફાયદો થાય તે રીતે કેસ પેપરો તૈયાર કર્યા હતા. આ વાત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે પહોંચી હતી. અજીતસિંહ સામે ની તપાસનો રીપોર્ટ એ.સી.પી. બી.ડીવીઝનએ ડીસીપી બારોટ ને સોપ્યો હતો જેને આધારે આજે હેડ.કોન્સ. અજીતસિંહ ઠાકોર ને સસ્પેન્ડ કરી દેવાયા હતા, બુટલેગર ને બચાવવા જતા તેમણે સસ્પેન્ડ થવાનો વારો આવ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY