આદિવાસી સમાજની કુળદેવી પાંડોરી માતાજીના મંદિરે દર વર્ષે યોજાતા પારંપરિક મેળામાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના શ્રધ્ધાળુઓ આવશે
રાજપીપળા : નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે આજે રાજપીપળા કલેક્ટરાલય ખાતે આગામી તા. ૪ થી તા.૮મી માર્ચ દરમિયાન સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે મહા શિવરાત્રિના પાવન પર્વે આદિવાસી સમાજની કુળદેવી પાંડોરી માતાજીના મેળાની થનારી ભવ્ય ઉજવણીના સુચારા આયોજન અંગે તમામ પ્રકારની વ્યવસ્થાના ભાગરૂપે સંબંધિત વિભાગોને સોંપાયેલી ફરજો અને જવાબદારીઓ સુપેરે નિભાવવા વ્યાસે ખાસ અનુરોધ કર્યો હતો.
નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ પરમાર, દેડીયાપાડા પ્રાંત અધિકારી ડી.એન. ચૌધરી, દેડીયાપાડા-સાગબારાના મામતદારો સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ પાંડોરી માતા દેવમોગરા માઇ મંદિર ટ્રસ્ટના મંત્રી કાંતીભાઇ કોઠારી વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા નિવાસી અધિક કલેકટર એચ.કે. વ્યાસે મેળા દરમિયાન કાયદો વ્યવસ્થાની જાળવણી, ટ્રાફિક નિયમન (હેમ રેડીયો-વાયરલેસ સેટ,નિર્ભયા સ્કોર્ડની વ્યવસ્થા) પીવાના સ્વચ્છ પાણી, સતત વિજ પુરવઠાની જાળવણી, આરોગ્ય સુવિધા, વધારાની એસ.ટી. બસ રૂટની વિશેષ સેવા, મેળાના સ્થળે સ્વચ્છતા જાળવવા, યાત્રાળુઓ માટે સ્નાન-સેનીટેશનની વ્યવસ્થા, CCTV કેમેરાની ગોઠવણી, ક્રેઇનની વ્યવસ્થા વગેરે જેવી બાબતો સુનિશ્વિત કરી લેવા ખાસ ભાર મુક્યો હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આદિવાસી સમાજની કુળદેવી પાંડોરી માતાજીના મંદિરે દર વર્ષે યોજાતા પારંપરિક મેળામાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના શ્રધ્ધાળુઓ-યાત્રાળુઓ માતાજીના દર્શનાર્થે આવીને આ મેળામાં ઉત્સાહભેર ભાગ લે છે, ત્યારે દર્શનાર્થીઓને મેળા દરમિયાન કોઇ તકલીફ ન પડે તે માટે જિલ્લા પ્રશાસન તરફથી સુચારા આયોજન સાથે તમામ પ્રકારની જરૂરી વ્યવસ્થાઓ હાથ ધરાઇ છે.
દેવમોગરા ખાતે યોજાનારા પાંડોરી માતાજીના મેળા દરમિયાન મંદિર પરિસરમાં CCTV ફુટેજ ઉપરાંત મંદિર પરિસરની બહારના ભાગે તેમજ મંદિરે જવાના મુખ્ય માર્ગમાં નિયત અંતરે વિડીયોગ્રાફીની વ્યવસ્થા ઉભી કરાઇ છે. તદ્ઉપરાંત DGVCL દ્વારા માર્ગમાં વધારાની લાઇટ વ્યવસ્થા માટે વીજ થાંભલા ઉભા કરાશે. આરોગ્ય વિભાગ દ્વારા મંદિર પરિસર ખાતે, કણબીપીઠા ખાતે અને દેવમોગરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબો સાથેનો પેરામેડીકલ સ્ટાફ આવશ્યક દવાઓની ઉપલબ્ધિ સાથે તૈનાત કરાશે. કણબીપીઠા ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા અને પ્રાથમિક શાળા પાસે અગ્નિશામક સાધનો સાથે ફાયર ફાઇટરની વ્યવસ્થા ઉભી કરાઇ છે. આરોગ્ય વિભાગ દ્વારા પીવાના પાણીમાં ક્લોરીનેશન ઉપરાંત મેળાના સ્થળે સફાઇ બાદ ગેમેક્ષીન પાવડરના છંટકાવની પણ વ્યવસ્થા કરાઇ છે. એસટી તંત્ર દ્વારા સેલંબા-ડેડીયાપાડા અને રાજપીપળા ખાતેથી વધારાની બસ સેવાઓની ઉપલબ્ધિ ઉપરાંત જિલ્લા વહિવટી અને પોલીસ તંત્ર દ્વારા મેળા દરમિયાન કંટ્રોલરૂમ પણ ઉભો કરશે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




