સુરત, તા.૨
ડાયમંડ લગાડવા આપેલી સાડીઓ પરત નહીં કરી વેપારી સાથે રૂ. ૧૩.૦૮ લાખની ઠગાઈ કરવામાં આવી હતી.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વેપારી હિતેષભાઈ જયંતીભાઈ વેકરિયા એ આરોપી પ્રવીણ મધુભાઈ ભાલાળા (રહે. સુંદરવન પુણા ગામ)નાને સાડી ઉપર ડાયમંડ લગાડવા માટે ૪૩૬૧ સાડી (કિંમત રૂ. ૧૩,૦૮,૩૦૦) આપી હતી, પરંતુ આરોપીઓ આ સાડીઓ પરત નહીં કરી મકાન ખાલી કરી નાસી ગયો હતો.
બનાવ અંગે સરથાણા પોલીસે વેપારી હિતેષ વેકરિયાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



