માસ્કો,તા.૨૧
રશિયાએ એક નવું ડ્રોન તૈયાર કર્યુ છે જે ૩૦ મિનિટ સુધી ઉડાણ ભરી શકશે. ડ્રોન પોતાની સાથે અંદાજિત ૩ કિલોગ્રામ વિસ્ફોક લઇને પણ જઇ શકે છે. ડ્રોનને વિશ્વમાં કિયાય પણ લઇ જઇ શકાશે.
ડ્રોનને છદ્ભ-૪૭ બનાવનાર કલાશનિકોવ કંપની સાથે જોડાયેલી જાલા એરોએ બનાવ્યું છે. આ ડ્રોનને કોઇ પણ એર ડિફેન્સ સિસ્ટમથી ખતમ નહીં કરી શકાય. હાલમાં જ ડ્રોનનું દુબઇનની આઇબીએક્સ એકિજબિશનમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે.
ડ્રોનની નિર્માતા કંપનીનું કહેવું છે કે, આ ડ્રોન અંદાજિત ૧૩૦ કિમી/કલાકની ઝડપે ઉડી શકે છે અને પોતાના લક્ષ્યને ભેદવામાં સક્ષમ છે. આ અંદાજિત ૩ કિલોના પેલોડ લઇને જઇ શકે છે. રશિયામાં હથિયાર બનાવનાર કંપનીઓના સ્ટ્રેટેજિક પ્રમુખ સર્ગેઇ ચેમકોવે કહ્યું કે, ડ્રોન ખૂબ જ પ્રભાવશાળી છે અને પારંપરિક એર ડિફેન્સમાં કારગત સાબિત થઇ શકે છે.
રશિયા, સાઉદી અરેબિયાને ત્રીજી પેઢીની અસોલ્ટ રાઇફલ્સ છદ્ભ-૧૦૩ આપી રહ્યું છે. આ માટે બંને દેશોની વચ્ચે ૨૦૧૭માં કરાર થયો હતો. રશિયા અને સાઉદીની વચ્ચે છદ્ભ-૧૦૩ રાઇફલ્સના સંયુક્ત નિર્માણ ઉપર પણ સહમતિ બની છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



