યો યો હની સિંગની ધમાકેદાર એન્ટ્રી, જીત્યો ‘સોંગ ઓફ ધ ઈયર એવોર્ડ’

0
7

મુંબઇ,તા.૨૧
એક સમય હતો જ્યારે હની સિંગ ભારતનો સૌથી મશહુર રૈપર તરીકે જાણીતો હતો, અને કેટલીક તકલીફોને લઈને તે થોડા સમય માટે જાવા ન મળ્યો. પરંતુ સંગીતની દુનિયામાં યો યો હની સિંગે શાનદાર વાપસી કરી છે. મુંબઈમાં થયેલા મિર્ચી મ્યૂઝિક એવોર્ડમાં હની સિંગે ગત વર્ષે આવેલ સોંગ ‘દિલ ચોરી’ સોંગ ઓફ ધ ઈયર એવાર્ડ પોતાનાં નામે કરી લીધું છે. દિલ ચોરીની સાથે ૨૦૧૮માં શાનદાર વાપસી કરનાર યો યો હની સિંગ ‘ છોટે છોટે પેગ’, ‘દિલ ચોરી’, ‘ઉર્વશી’ જેવા ચાર્ટબસ્ટર સોંગની સાથે પોતાનાં ફેંસને સાબિત કરી દિધુ છે કે તે ક્યાંય નથી જઈ રહ્યા.
આ એવોર્ડ મળ્યા બાદ યો યો હની સિંગે પોતાના ઈંસ્ટાગ્રામ પર પોતાની માં અને સાસુ માંની તસ્વીર પોસ્ટ કરી છે. જેમાં તે બંન્ને હાથમાં હની સિંગ દ્વારા જીતેલો અવોર્ડ લઈને નજરે પડી રહ્યાં છે. આ પહેલા પણ હની સિંગ પોતાની કલાને લઈને ઘણા પુરસ્કાર મેળવી ચૂક્્યા છે.
‘દિલ ચોરી’ની માટે મિર્ચી મ્યૂઝિક એવોર્ડ સાથે હની સિંગે પોતાના શાનદાર કલેક્શનમાં એક વધું એવોર્ડનો સમાવેશ કરી લીધો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY