એક સન્માનજનક વ્યક્તિ તરીકે હું આ કામ ચોક્કસ સમયે કરીશઃ પુતિન
માસ્કો,તા.૨૧
૬૬ વર્ષના રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ફરી એક વખત લગ્ન કરે તેવી શક્યતા છે. પુતિને પત્રકારો સાથેની વાર્ષિક પ્રેસ કોન્ફન્સમાં આ વાતનો સંકેત આપ્યો હતો.જાકે તેમણે સ્પષ્ટ કર્યુ નહોતુ કે તેઓ કોની સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.
સામાન્ય રીતે પારિવારિક જીવન અંગે જાહેરમાં ભાગ્યે જ કશું બોલતા પુતિનને એક પત્રકારે લગ્ન અંગેનો સવાલ પૂછ્યો ત્યારે પુતિને હસીને કહ્યું હતુ કે એક સન્માનજનક વ્યક્તિ તરીકે હું આ કામ ચોક્કસ સમયે કરીશ.
પુતિને ૧૯૮૩માં લ્યૂડમિલા સાથે લગ્ન કર્યા હતા.જાકે ૨૦૧૩માં બંનેના છુટાછેડા થયા હતા.પુતિનની બે પુત્રીઓ કેટેરિના અને મારિયા લગભગ ૩૦ વર્ષની વયની છે.જાકે તેઓ રાજકારણથી દુર છે.તેઓ જાહેર કાર્યક્રમોમાં પણ ભાગ્યે જ જાવા મળે છે.
છૂટાછેડા બાદ પુતિનનુ પૂર્વ ઓલિમ્પિક જિમ્નાસ્ટિકર પ્લેયર એલિના કાબાએવા સાથે અફેર હોવાનો અહેવાલ એક રશિયન અખબારે તાજેતરમાં પ્રકાશિત કર્યો હતો.જાકે તેને પુતિને રદિયો આપ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




