ઉત્તરપ્રદેશમાં યોગી સરકારને ફટકો
લખનૌ,તા.૨૧
ઉત્તરપ્રદેશમાં સેંકડો મદરેસાઓએ હાલમાં બાળકોને મીઝલ્સ અને રુબેલા સામે રક્ષણ આપતી રસી મુકવા માટે ચાલી રહેલા સરકારી કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. યુપીના સ્વાસ્થ્ય વિભાગને તેમણે રસીકરણ કરવા માટે મંજુરી આપી નથી.મેરઠની ૭૦ મદરેસાઓએ સ્વાસ્થ્ય વિભાગને પ્રવેશ આપવાની ના પાડી દીધી છે.
વહિવટીતંત્રનુ કહેવુ છે કે વોટ્સએપ પર કોઈએ અફવા ફેલાવી છે કે આ રસી મુકાવવાથી બાળકો નપુંસક થઈ જશે.મુસ્લિમોને નપુંસક બનાવવા માટે સરકાર આ રસી મુકી રહી છે.
કેટલાક મદરેસાઓએ તો બાળકોને સંદેશ આપ્યો છે કે જે દિવસે રસી મુકવાની હોય તે દિવસે ઘમાંથી બહાર ના નીકળે. મેરઠની સાથે સાથે બિજનોર અને મુરાદાબાદમાં પણ સેંકડો મદરેસાઓએ બાળકોને રસી મુકાવાની ના પાડી દીધી છે.
સ્વાસ્થ્ય વિભાગનુ કહેવુ છે કે મીઝલ્સ ચેપી રોગ છે.તે ખાંસી ખાવાથી અને છીંક ખાવાથી પણ ફેલાય છે.૨૦૧૫માં આ રોગના કારણે ૪૯૦૦૦ બાળકોએ જીવ ગુમાવ્યો હતો.રુબેલા પણ ચેપી રોગ છે.જે બાળકોને શિકાર બનાવે છે.
સરકારના સ્વાસ્થ્ય વિભાગે હવે મૌલાનાઓની મદદ લેવનુ શરુ કર્યુ છે.ધાર્મિક સંગઠનોની બેઠક બોલાવીને લોકોને સમજાવવા માટે પણ પ્રયાસો થઈ રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



