સંઘ સાથે જાડાવાનો મતલબ એ નથી કે વ્યક્તિ કોમવાદી કે અસામાજિક હોય

0
16

ન્યુ દિલ્હી/હૈદરાબાદ,
તા.૨૨/૪/૨૦૧૮

મક્કા મસ્જીદ વિસ્ફોટ કેસમાં સુનાવણી દરમ્યાન જ્જ રવિન્દ્ર રેડ્ડીએ કહ્યું

હૈદરાબાદના મક્કા મસ્જીદ વિસ્ફોટ કેસમાં સુનાવણી દરમિયાન સ્પેશયલ કોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ કે. રવિન્દર રેડ્ડીએ રાષ્ટીય સ્વયંસેવક સંઘને લઈને એક મહત્વપૂર્ણ ટીપ્પણી કરી છે. જસ્ટીસ રવિન્દ્ર રેડ્ડીએ નેશનલ ઈન્વેસ્ટગેશન એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા તર્કને ફગાવતા કહ્યું હતુ કે આરએસએસ સાથે જાડાવાનો મતલબ એ નથી કે વ્યક્તિ કોમવાદી હોય અથવા તો અસામાજિક છે. જસ્ટીસ રેડ્ડીએ સીબીઆઈ દ્વારા રજૂ કરવામાં આવેલા તર્કોને પણ વિશ્વસનીય માન્યા નથી. એનઆઈએ પહેલા મક્કા મસ્જીદ વિસ્ફોટ કેસની તપાસ સીબીઆઈ દ્વારા થઈ રહી હતી.

મહત્વપૂર્ણ છે કે જસ્ટીસ રવિન્દ્ર રેડ્ડીએ પોતાના એક ચુકાદામાં મક્કા જસ્ટીસ વિસ્ફોટ કેસના પાંચ આરોપીઓને બરી કર્યા હતા અને તેના ગણતરીના કલાકોમાં કથિતપણે અંગત કારણો હેઠળ રાજીનામું આપ્યું હતું. જા કે આંધ્રપ્રદેશ હાઈકોર્ટે જસ્ટીસ રેડ્ડીનું રાજીનામું નામંજૂર કર્યું હતું. ફોર્થ એડિશનલ મેટ્રોપોલિટન સેશન્સ જજ એન્ડ સ્પેશયલ જજ રવિન્દર રેડ્ડીએ એનઆઈએના આરોપ પર સવાલ કર્યો હતો કે શું દેવેન્દર ગુપ્તા આરએસએસના પ્રચારક હોવાને કારણે કોમવાદી હતા? જસ્ટીસ રવિન્દ્ર રેડ્ડીએ ૧૪૦ પૃષ્ઠોના પોતાના ચુકાદામાં લખ્યું છે કે આરએસએસ કોઈ ગેરકાયદેર રીતે કામ કરનારું સંગઠન નથી.

જા કોઈ વ્યક્તિ આરએસએસ માટે કામ કરે છે.. તો તેના કારણે આવી વ્યક્તિના કોમવાદી અથવા અસામાજિક હોવાને અવકાશ રહેતો નથી. મહત્વપૂર્ણ છે કે જસ્ટીસ રવિન્દ્ર રેડ્ડીએ મક્કા મસ્જીદ કેસને ૧૮ મુદ્દાઓ સુધી મર્યાદીત કર્યો હતો અને દરેક પર તેમણે વિગતવાર ચર્ચા કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY