ડાર્વિનના વિકાસવાદનો વ્યાપક અભ્યાસ
વોશિંગ્ટન,તા.૨૬
તમે ક્યારેય ને ક્યારેય એ સાંભળ્યું કે વાંચ્યું તો હશે જે કે આપણે સૌ એક જ માતા-પિતાના સંતાન છીએ. હવે અમેરિકાના વૈજ્ઞાનિકોના આ દાવા સાબિત પણ થઈ ગયા છે કે આપણા માતા-પિતા એક જ છે. આ દાવાએ આદમ (પ્રથમ પુરુષ) અને ઇવ (પ્રથમ સ્ત્રી)ના અસ્તિત્વને પણ માન્યો છે. હવે આ માન્યતા પર હાલમાં જ એક થયેલા અભ્યાસમાં મહોર મારી દેવામાં આવી છે.
અભ્યાસ કરનારા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે માતા-પિતા આજથી અગાઉ લગભગ ૧થી ૨ લાખ વર્ષોની વચ્ચે રહ્યાં કરતાં હતાં જેમનાથી દુનિયાભરમાં માણસોની સભ્યતા ફેલાઈ. વૈજ્ઞાનિકોએ પોતાના અભ્યાસને સાબિત કરવા માટે માનવની એક લાખ પ્રજાતિઓ સહિત લગભગ ૫૦ લાખ પશુઓના આનુવંશિક બાર કોડ તપાસ્યા. વૈજ્ઞાનિકોએ અભ્યાસના પરિણામોમાં જાણ્યું કે એક પ્રાકૃતિક મહાવિનાશમાં માનવની પૂરી સભ્યતા લગભગ નષ્ટ થઈ ગઈ હતી, જેના બાદ દુનિયામાં ફરી એક જ માતા-પિતાથી માણસોનો વિકાસ થયો.
વૈજ્ઞાનિકોએ આ માટે સર્વેમાં શામેલ જીવોમાં આપણી પેઢીઓનો વિકાસ નક્કી કરનારા ડ્ઢદ્ગછના બાર કોડનો અભ્યાસ કર્યો. જેમાં મળ્યું કે દર ૧૦માંથી ૯ જીવોનો વિકાસ એક જ માતા-પિતાથી થયો છે. આ અભ્યાસ અમેરિકામાં ન્યૂ યાર્ક સ્થિત રાકફેલર યુનિવર્સિટી અને સ્વિઝર્લેન્ડની બેસલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. અભ્યાસ રાકફેલર યુનિવર્સિટીના પ્રોફેસર માર્ક સ્ટોકલ અને બેસલ યુનિવર્સિટીના પ્રોફેસર ડૅવિડ થાલર નામના બે વૈજ્ઞાનિકોની આગેવાનીમાં કરવામાં આવ્યો. આ અભ્યાસ મેગેઝિન હમૂમન રિવાલ્યૂશર્નંમાં પ્રકાશિત થયો છે.
અભ્યાસ મુજબ, જ્યારે એક વખત માનવ સભ્યતા નષ્ટ થઈ ગઈ તો બીજી વખત એવી શું જરૂરિયાત પડી કે ૬.૫ કરોડ વર્ષ પહેલા ડાયનાસોર યુગ બાદ ફરીથી માનવોનો વિકાસ થયો. પરિણામોમાં એવું કહેવાયું છે કે હકીકતમાં આ માનવના સ્વાભાવિક વિકાસની પ્રક્રિયાને પગલે થયું હશે. વૈજ્ઞાનિકોએ પોતાના અભ્યાસને ડાર્વિનના વિકાસના સિદ્ધાંત સાથે વ્યાપક અભ્યાસ કર્યો. તેમણે દુનિયાભરના આનુવંશિકીઓ સાથે સંબંધિત આંકડાઓ અને તેના પરિણામોની તપાસ કરી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






