ફતેહગઢ,તા.૧૩
પંજાબના ફતેહગઢ સાહિબમાં એક રેલીને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સિખ રમખાણોને લઇને સામ પિત્રોડાજીએ જે પણ કહ્યુ તે ખોટું છે તેમણે દેશ સમક્ષ માફી માંગવી જાઇએ.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મેં તેમને આ વાત ફોન કરીને કહી હતી. મેં તેમને જણાવ્યું કે તેમણે કહ્યુ તે ખોટું છે તેમને આ અંગે શરમ આવી જોઇએ. તેઓ જાહેરમાં આ અંગે માફી માગે.
ગુરુવારે ધર્મશાળા ખાતે કોંગ્રેસના કાર્યક્રમમાં પહોંચેલા સામ પિત્રોડાને પત્રકારોએ સિખ રમખાણોને લઈને સવાલ પૂછ્યો તો તેમણે જણાવ્યું હતું કે હવે ૮૪નું શું છે?, તમે પાંચ વર્ષમાં શું કર્યું તેની વાત કરો, ૮૪માં જે થયું તે થયું, તમે શું કર્યું? તમને ૨૦૦ સ્માર્ટ સીટી બનાવવા માટે મત આપ્યો હતો, તમે તેમાંથી કશું જ નથી કર્યું. આપ ગમે ત્યાં માત્ર ગપ્પા જ મારો છો.
જોકે તેમણે આ અંગે માફી માંગતા જણાવ્યું હતું કે, તેમનો ઈરાદો સિખ ભાઈઓ અને બહેનોને દુઃખી કરવાનો ન હતો. જા તેઓ મારા નિવેદનથી દુઃખી થયા છે તો હું તેમની માફી માંગુ છું. જે કંઈપણ થયું છે તે ખુબ જ ખરાબ થયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




