મતદાર સુધારણા યાદીમાં ગેરહાજર ૮ શિક્ષકો સામે ધરપકડ વોરંટ જાહેર કરાયું

0
12

જામનગર,તા.૧૭
લોકસભાની ચૂંટણી પૂર્વે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પૂર્વની કામગીરીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. દરેક જિલ્લામા મતદાર યાદી સુઘારણા કાર્યક્રમથી ચૂંટણી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિક્ષકો સહિતના સરકારી કર્મચારીને સોંપવામા આવેલ બીએલઓ તરીકેની જવાબદારીમાં બેદરકારી સામે આવી છે. જેને લઈને મામલતદાર દ્વારા ચૂંટણી સંબંધિત કામગીરી ગેરહાજર રહેલા ૯ બીએલઓને તાત્કાલીક પકડી પાડવા પોલીસને આદેશ કરવામાં આવ્યા છે.
જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લાની સંયુક્ત લોકસભા મતક્ષેત્રની મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાલ ગતિશીલ કરવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણી પૂર્વે હાથ ધરાયેલી આ કામગીરીમાં શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓને જુદી જુદી કામગીરી સોંપવામાં આવી છે. જે અંતર્ગત ખંભાળિયા તાલુકાના ૮ શિક્ષકો અને એક કલાર્ક સહિતના ૯ કર્મચારીઓ બુથ લેવલ ઓફિસર તરીકેની કામગીરીના સ્થળે હાજર થયા ન હતા. જેને લઈને બીએલઓ રજીસ્ટર, નવા ફોર્મ અને અન્ય જરૂરી સાહિત્ય પણ આ બીએલઓ દ્વારા સ્વીકારવામાં આવ્યુ ન હતુ. ગત તારીખ ૧૫ અને ૧૬મી ના રોજ વારંવારની સુચનાઓ છતા શિક્ષકો સહિત ૯ કર્મચારીઓ ગેરહાજર રહ્યા હતા. જેથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમની રાષ્ચ્રીય કામગીરીનો અનાદર કરવા બદલ લોકપ્રતિનિધત્વ અધિનિયમ ૧૯૫૦ની કલમ ૩૨ મુજબ મામલતદારે પોલીસને પત્ર પાઠવી ત્વરીત આ શિક્ષકો સામે પકડીને કાર્યવાહી કરવાના આદેશ કર્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY