કોલકાત્તા,તા.૧૭
પશ્વિમ બંગાળમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં સાત લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. દિલીપ ઘોષ પર આ હુમલો મિદનાપુરમાં કરવામાં આવ્યો છે. જેમા દિલીપ ઘોષ પણ ઘાયલ થયા હતા.
દિલીપ ઘોષે આ મામલે કહ્યું કે, કાંથી બસ સ્ટેશન પાસે ભાજપની સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે દરમ્યાન ભાજપ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. રેલી દરમ્યાન ભાજપના કાફલા પર ઈંટ અને લાકડીથી હુમલો કરવામાં આવ્યો હતો.
હુમલામાં ૨૦થી વધુ મોટર સાયકલમાં તોડફોડ કરવામાં આવી હતી. ભાજપનો આક્ષેપ છે કે, આ હુમલો ટીએમસી દ્વારા કરવામાં આવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




