યમુના એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસ દુર્ઘટનામાં ચારના મોત, ૨૫ને ઈજા

0
9

મથુરા,તા.૩
ઉત્તરપ્રદેશના મથુરા ક્ષેત્રમાં એક ડબલ ડેકર બસનો અકસ્માત થયો હતો જેમાં ચાર લોકોના મોત થયા હતા. આ બસ યમુના એક્સપ્રેસ-વે દ્વારા નોઇડાથી ભીંડ જઇ રહી હતી અને તે દરમિયાન મથુરાના બલદેવ પોલીસ ક્ષેત્રમાં તેનું નિયંત્રણ ખોવાયું અને બસ અકસ્માતનો શિકાર બની હતી.
આ અકસ્માત રવિવારે મોડી રાત્રે થયો હતો. મથુરાના બલદેવ પોલીસ ક્ષેત્રના ગામ ગઢસૌલી પાસે નોઇડાથી ભીંડ જઇ રહેલી બસ અનિયંત્રિત થઇને પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા તો અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા.
વરિષ્ઠ પોલીસ અધ્યક્ષ સત્યાર્થ અનિરુદ્ધ પંકજે જણાવ્યું હતું કે નોઇડાથી ભીંડ જઇ રહેલી બસ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અને ૨૫થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઘાયલોને જસવંત હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જે ચાર લોકોનું મૃત્યુ થયું છે તેમાંના ત્રણ મધ્યપ્રદેશના ભીંડના રહેવાસી હતા જ્યારે ચોથાની ઓળખ થઇ શકી નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY