વિશ્વના શકિતશાળી પાસપોર્ટમાં સિંગાપોર પ્રથમ સ્થાને,ભારત ૬૬મા ક્રમે

0
11

ન્યુ દિલ્હી,તા.૩૧
વિદેશ પ્રવાસ માટે સૌપ્રથમ પાસપોર્ટની જરૂર પડતી હોય છે. ગ્લોબલ પાસપોર્ટ ઈન્ડેક્સમાં સિંગાપોરનો પાસપોર્ટ સૌથી શકિતશાળી છે. વીઝા ફ્રી સ્કોરના આધારે પાસપોર્ટ રેન્કિંગ આપવામાં આવે છે. સિંગાપોરના પાસપોર્ટને ૧૭૩ દેશોમાં વીઝા ફ્રી એક્સેસ મળે છે.
આ લિસ્ટમાં ભારત ૬૬માં ક્રમે છે. ગત વર્ષે આ લિસ્ટમાં ભારત ૭૫માં નંબર પર હતું. જેથી આ વર્ષે ભારતના રેન્કિંગમાં ૯ પોઇન્ટનો સુધારો થયો છે. ભારતીય પાસપોર્ટધારકને ૬૬ દેશમાં વીઝા ફ્રી એક્સેસ મળે છે.
આ લિસ્ટમાં અફઘાનિસ્તાનનો પાસપોર્ટ ૯૧ રેન્કિંગ સાથે છેલ્લા નંબર પર છે. તેનો સ્કોર ૨૨ છે. જ્યારે તેની પહેલા ૯૦ રેન્કિંગ સાથે પાકિસ્તાન અને ઈરાક સંયુક્ત નંબર પર છે.
ગ્લોબલ પાસપોર્ટ ઈન્ડેક્સમાં વર્ષોથી યુરોપીય દેશોનો દબદબો હતો, પરંતુ ગયા વર્ષે સિંગાપોર પાસપોર્ટે તમામને પાછળ રાખી નંબર વનનું સ્થાન મેળવ્યું હતું. ઉપરાંત આ વર્ષે પણ સિંગાપોર પાસપોર્ટ સૌથી શકિતશાળી સાબિત થયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY