મથુરાની એક મહિલાનો આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો

0
468

દિવ્યાંગ નામ આપવાથી સરકારની ફરજ પૂરી!મહિલાએ અપંગ પતિને ખભે નાંખીને લઈ જવો પડ્યો

મથુરા,તા.૪
મથુરાની એક મહિલાનો આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. પોતાના પતિને પીઠ પર લઈને જતી આ મહિલા મથુરાની છે. વિમલા નામની આ મહિલાનો પતિ ટ્રક ડ્રાઈવર હતો.થોડા દિવસ પહેલા વિમલાના પતિના પગની નસ બંધ થઈ ગઈ હતી. જેના કારણે ડોક્ટર્સે વિમલાના પતિનો પગ કાપી નાખ્યો હતો. પોતાના પતિનું દિવ્યાંગ સર્ટિફિકેટ કાઢવા માટે વિમલાને ધોમધખતા તાપમાં કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેના આ દ્રશ્યો પુરાવા આપી રહ્યા છે. વિમલા પોતાના પતિનુ દિવ્યાંગ સર્ટીફિકેટ બનાવવા માટે મથુરાના સીએમઓ ઓફિસ પહોંચી હતી. જે બાદ વિમલાને તેના પતિનો ફોટો પડાવવાનું જણાવવામાં આવ્યું હતુ.
જા કે વહીવટી તંત્ર દ્વારા વિમલાના પતિને ટ્રાયસીકલ આપવામાં ના આવતા વિમલાને પોતાના પતિને પીઠ પર લઈ જવાની ફરજ પડી હતી. ત્યારે દિવ્યાંગોને સહાય કરવાના દાવા કરતી સરકારની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY