વિવાદ બાદ રાષ્ટપતિના કાર્યક્રમમાંથી ચંદા કોચરનું નામ દૂર કરાયું

0
80

ન્યુ દિલ્હી,તા.૪
વીડિયોકોન કંપનીને લોન આપવાના મામલે વિવાદના વમળમાં ફસાયેલા બેંકના સીઈઓ ચંદા કોચરે પોતાનું નામ રાષ્ટપતિ રામનાથ કોવિંદના હાથે આપવામાં આવનારા સન્માનમાંથી પાછું ખેંચી લીધું હતું. આગામી સપ્તાહે યોજાનારા હ્લૈંઝ્રઝ્રૈં લેડિઝ ઓર્ગેનાઈઝેશન (હ્લર્ન્ં)ના વાર્ષિક કાર્યક્રમમાંથી કોચરે પોતાની જાતને અળગી કરી દીધી છે.
૫ એપ્રિલના રોજ ચંદા કોચર આ કાર્યક્રમમાં ગેસ્ટ ઓફ ઓનરના રૂપમાં શામેલ થવાના હતાં. ગયા મહિને જ તેમને આ બાબતની જાણકારી પણ આપી દેવામાં આવી હતી. આ યાદીમાં ચંદા કોચરનું નામ હતું. પરંતુ આજે સુધારેલી યાદી મોકલવામાં આવી હતી તેમાં કોચરનું નામ હટાવી દેવામાં આવ્યું હતું.
હ્લર્ન્ંની એક્ઝુયુટિવ ડાયરેક્ટર રશ્મિ સરિતાએ જણાવ્યું હતું કે, ચંદા કોચર ગેસ્ટ ઓફ ઓનર હતાં, પરંતુ હવે તેઓ કાર્યક્રમનો ભાગ નથી. જા કે ચંદા કોચરનું નાય આ યાદીમાંથી કેમ હટાવવામાં આવ્યું તેની કોઈ જ સ્પષ્ટતા કરી નથી. પરંતુ તેઓ ગેસ્ટ ઓફ ઓનર હતાં અને તેમને સન્માનિત કરવામાં આવનાર હતાં તેમ તેમણે કÌšં હતું.
હ્લર્ન્ં ઈંડસ્ટ્રી એસોસિએશન, ફેડરેશન ઓફ ઈંડિયન ચેંબર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની વુમન બિસનેસ વિંગ છે.
ઉલ્લેખનીય છે કે, સીબાઈએ ૨૦૧૨માં આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા વીડિયોકોન કંપનીને આપવામાં આવેલા ૩,૨૫૦ કરોડ રૂપિયાની લોન કેસમાં પ્રારંભિક તપાસ હાથ ધરી છે. આ મામલે ચંદા કોચરના પતિ દીપક કોચરની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY