લો બોલો હવે અમુક બેંક માં બેલેન્સ ચેક કરવા માટે પણ પૈસા ચૂકવવા પડશે…!!રાજપીપલા દેના બેંક ના એક ગ્રાહકને થયો આ કડવો અનુભવ

0
385

રાજપીપલા:
રાજપીપલા: જાણવા મળ્યા મુજબ રાજપીપલા દેના બેન્ક ના એક ગ્રાહકના ખાતામાંથી વારંવાર 11.80 રૂપિયા કપાયા નો તેના મોબાઈલ પર મેસેજ આવતા એને આજે બેંકંમાં જઇ તપાસ કરવા પ્રયત્ન કર્યો ત્યારે કાઉન્ટર પર ના એક કર્મચારી ને પૂછતાં એને પણ કઈ ખ્યાલ ન આવ્યો કે આ રૂપિયા સેના કપાયા છે જેથી તેને બેન્ક મેનેજર ને મળવા જણાવતા ગ્રાહક બેન્ક મેનેજર પાસે જતા બેન્ક મેનેજરે એવું તે શું કહ્યું કે ગ્રાહક ના પગ નીચેથી જમીન સરકી ગઇ હોય એમ એ આશ્ચર્યચકિત થઇ ગયો અને વિસ્તાર પૂર્વક પૂછતાં જાણવા મળ્યું કે અગાઉ ના મહિનાઓમાં આ ગ્રાહકે પોતાના ખાતાનું બેલેન્સ જાણવા એ ટી એમ કે મિસ કોલ પદ્ધતિ દ્વારા પ્રયાસ કર્યો હશે તેના માટે નો આ ચાર્જ બેંકે કાપ્યો છે ત્યારે ગ્રાહકે મેનેજર ને પૂછ્યું કે ફક્ત બેલેન્સ જોવા માટે એક વખતના 12 રૂપિયા જેવો ચાર્જ તો બહુ કહેવાય ગ્રાહક પોતાનું બેલેન્સ પણ મફતમાં જાણી ના શકે એતો હદ કહેવાય ત્યારે મેનેજરે કહ્યું કે ઉપર થી જે નિયમ હોય એ ખરા એમાં અમે કઈ ન કરી શકીયે કેમકે મેસેજ સિસ્ટમ પણ ઉપરથીજ ઓપરેટ થાય છે ત્યારે આ ગ્રાહકને લાગ્યું કે એક તરફ પી એમ મોદી વિદેશો ની માફક ભારત માં કેસ લેસ સિસ્ટમ અપનાવવાની વાતો કરે છે ત્યારે બીજી તરફ ગ્રાહકો ને બેન્ક આવા અલગ અલગ ચાર્જ લગાવી કંગાળ કરી રહી છે તો બેંકો માં રૂપિયા મૂકી એવો ખોટો ધુમાડો કરવા કરતા ઘરની તિજોરીમાં મૂકી આપલે કરવી શું ખોટી…?! આ છે મોદીજી નો વિકાસ…? જેમાં ગરીબ ગ્રાહકો લૂંટાઈ રહ્યા છે આ દેશ નો વિકાસ છે કે બેન્કોનો વિકાસ…?! 

અમુક બેંકો ના આ પ્રકારના નિયમ છે,પરંતુ અમારી બેન્ક આ રીતે નથી કાપતી: શ્રીમાંન સોલંકી (મેનેજર સ્ટેટ બેંક ),રાજપીપલા 

આ બાબતે રાજપીપલા સ્ટેટ બેંક ના મેનેજર શ્રીમન સોલંકી એ જણાવ્યું કે અમુક બેન્ક આ રીતે ચાર્જ વસુલ કરતી હશે પરંતુ અમારી સ્ટેટ બેંક માં નિયમ મુજબ ચાર વખત એ ટી એમ માંથી પૈસા ઉપાડ્યા બાદજ નક્કી કરેલો ચાર્જ કપાય છે પરંતુ આ બેંક માં જો ફક્ત બેલેન્સ જોવા માટે ચાર્જ કપાયો હોય તો એ ખોટું કહેવાય છતાં એમના શું નિયમ હશે એ હું નથી જાણતો .

ચીફરિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY