શુકલતીર્થ ગામમાંથી પસાર થતી રેતી લીઝની ટ્રકો પર આખરે પ્રતિબંધ.

0
664

ભરૂચઃ
ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ખાતે રેતીની અસંખ્ય લીઝો આવેલ છે. રેતીના વહન માટે લીઝ ધારકો દ્વારા ટ્રકો શુકલતીર્થ ગામના મુખ્યર પ્રવેશમાર્ગ, શૈક્ષણિક સંકુલ, રાષ્ટ્રીયકૃત બેંન્કો અને રહેણાંક વિસ્તારમાંથી પસાર થવાથી રહીશોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે તથા અકસ્માત થવાનો ભય રહેલો છે જે બાબતે ગામ લોકોની રજૂઆત મળેલ છે. જે વ્યાજબી જણાતા, શુકલતીર્થ ગામમાંથી પસાર થતી રેતીની ટ્રકો પર પ્રતિબંધ મૂકવો આવશ્યણક જણાય છે.
જિલ્લા મેજીસ્ટ્રેટ સંદિપ સાગલે સને ૧૯૫૧ નાં મુંબઇ પોલીસ(સને ૧૯૫૧ નાં ૨૨ માં) અધિનિયમની કલમ – ૩૩ ની પેટા કલમ ૧ નાં પેટા ક્લોઝ (બી) અન્વયે મળેલી સત્તાની રૂ એ શુકલતીર્થ ગામમાંથી પસાર થતી રેતી લીઝની ટ્રકો પર પ્રતિબંધ ફરમાવેલ છે સદર રસ્તો બંધ થવાથી વેકલ્પિક વ્યવસ્થા તરીકે શુકલતીર્થ ગામના પોટ તળાવથી હોલીડે હોમવાળા રસ્તા પરથી રેતી લીઝની ટ્રકોએ અવર-જવર કરવાની રહેશે.
પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અન્વયેની જોગવાઇ પ્રમાણે પ્રાથમિક જાહેરનામા અંગે જેમને કોઇ વાંધાઓ હોય અગર સુચનો કરવા હોય તો તેવા વાંધા અથવા સુચનો આ જાહેરનામુ ગુજરાત રાજ્યંના રાજ્યપત્રમાં પ્રસિધ્ધ થયાની તારીખથી ૩૦(ત્રીસ) દિવસ સુધીમાં જિલ્લા મેજીસ્ટ્રેટ – ભરૂચ સ્વી‍કારશે અને ધ્યાનમાં લેશે. ઉપરોક્ત સમય બાદ મળેલ વાંધા અથવા સુચનો ધ્યા‍નમાં લેવામાં આવશે નહી.
જોકે ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી શુકલતીર્થ પંથકમાં રેતીની લીઝો ચાલી રહી છે અને ગામના રહીશો માંગ ઉઠાવી રહ્યા હતા કે ગામના રસ્તાઓ પર કાયદેસર કરતા વધારે રેતી ભરીને ટ્રકો પસાર થઇ રહી છે જેના પર તંત્ર તત્કાલ કાયદેસરના પગલા ભરે, જોકે તેના કારણે રોડ-રસ્તા પણ તૂટી રહ્યા છે, રસ્તા અને તેની આજુબાજુ રેતીના થર જામી રહ્યા છે જેની ભૂકી અને ધૂરના કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર ઉભી થઇ રહી છે. રસ્તાની નજીકમાં આવેલ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર પણ મોટો ખતરો સેવાય રહ્યો છે. જોકે ગામના લોકોને હવે આ જાહેરનામાંથી આંશિક રાહત મળે એમ લાગે છે જો તંત્ર સમયસર કાર્યવાહી કરે તો લોકોના સ્વાસ્થ્યને થતું જોખમ અટકાવી શકાય. જોકે બીજી તરફ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે કાયદેસર ચાલતી લીઝોમાં ગેરકાયદેસર રીતે નદીનાં પટમાંથી પણ રેતી ચોરીનું કોભાંડ ચાલી રહ્યું છે જો અધિકારીઓ અચાનક સ્થળ પર આવી તપાસ કરે તો દબાણ જોવા મળી શકે છે.
-આર.ટી.આઈ.એક્ટીવીસ્ટ, અલ્પેશ નિઝામા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY