સુરત, તા. ૧૮
રિંગરોડ ટેક્ષટાઈલ માકેટના એક કાપડના વેપારી સાથે ડ્રેસ મટીરીયલ્સની ખરીદી કરી રૂ. ૫.૮૧ લાખનું પેમેન્ટ નહીં ચૂકવી વૈદિકા ટેક્ષના માલિક સહિત બે વ્યકિતઅો ફરાર થઈ ગયા હોવાનો બનાવ સલાબતપુરા પોલીસ મથકે નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પીપલોદ વી.આર. મોલ વાસ્તુ લકઝુરિયા એપાર્ટમેન્ટ ખાતે સુમીત કુમાર સુરેન્દ્રકુમાર અગ્રવાલ કાપડનો વેપાર કરે છે. રિયાણા અંબાલા રતનગઢ રોડ કિશન બેકરી પાસે વેદિકા ટેક્ષના માલિક દિપાંશુ હેમંત બંસલ તથા હેમંત બંસલે પૂર્વ યોજિત કાવત્રુ રચી આર્થિક લાભ મેળવવા માટે એકબીજાની મદદગારી કરી ૨૦૧૭ની સાલમાં ૫.૮૧ લાખના ડ્રેસ મટીરીયલ્સની ઉધારમાં ખરીદી કરી પેમેન્ટ નહીં ચૂકવી ફરાર થઈ ગયા હતા. સુમીત કુમાર તેમની પાસે બાકી પેમેન્ટની ઉઘરાણી કરવા જતા તેમને પિતા-પુત્ર દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઅો પણ આપવામાં આવતા વેપારીએ પિતા-પુત્ર સામે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




