સતત ત્રણ વનડેમાં હાર બાદ ન્યૂઝીલેન્ડે સોઢી-બ્રેસવેલને હાંકી કાઢ્યા

0
6

માઉન્ટ માઉગાનુઈ,તા.૨૯
ભારત સામે સતત ત્રણ વનડે મેચોમાં મળેલી કારમી હાર બાદ ન્યૂઝીલેન્ડનું ટીમ મેનેજમેન્ટ એક્શનમાં આવી ગયુ છે. ત્રણ વનડેમાં યોગ્ય પરફોર્મન્સ ના કરી શકનારા બે ખેલાડીઓ સોઢી અને બ્રેસવેલને ટીમમાંથી બહાર કરી દેવાયા છે.
ભારત સામેની બાકી બચેલી બે મેચોમાં ન્યૂઝીલેન્ડની વનડે ટીમમાં સોઢી અને બ્રેસવેલની જગ્યાએ જેમ્સ નીશમ અને ટાડ એશ્લેને સામેલ કરવામાં આવ્યા છે. ચોથી વનડે ૩૧મી જાન્યુઆરી અને પાંચમી વનડે ૩જી ફેબ્રુઆરીએ રમાનારી છે.
ટીમ મેનેજમેન્ટે આ બે ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવા પાછળ પરફોર્મન્સમાં કમી હોવાનું કારણ આપ્યુ છે. તેમને કÌšં કે ઇશ સોઢીને બીજી અને ત્રીજી વનડેમાં જગ્યા મળી હતી, જાકે, બન્ને મેચોમાં સોઢી વિકેટ લેવામાં નિષ્ફળ નિવડ્યો હતો.
જ્યારે ડગ બ્રેસવેલને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને ત્રણેય મેચ રમીને પણ કંઇ ખાસ ન કર્યુ, તેને માત્ર એક વિકેટ અને બીજી વનડેમાં અડધીસદી ફટકારી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY