વાશિંગ્ટન,તા.૧૯
એક સત્તાવાર રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ૨૦૧૭માં અંદાજિત ૫૦ હજાર ભારતીયોને અમેરિકન નાગરિકત્વ આપવામાં આવ્યું. અમેરિકન ગૃહ સુરક્ષા વિભાગના વાર્ષિક પ્રવાસી રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે ૫૦,૮૦૨ ભારતીયોને દેશનું નાગરિકત્વ મળ્યું. જે ૨૦૧૬ના ૪૬,૧૮૮ના આંકડાથી ચાર હજાર વધારે છે. આ પહેલાં ૨૦૧૫માં ૪૨,૨૧૩ ભારતીયોને અમેરિકન નાગરિકત્વ આપવામાં આવ્યું હતું.
૨૦૧૭માં અમેરિકાએ કુલ ૭,૦૭, ૨૬૫ વિદેશીઓને નાગરિકત્વ આપ્યું. આ ૨૦૧૬ના ૭,૫૩,૨૫૯થી અંદાજિત ૪૫ હજાર ઓછું છે. આ પહેલાં ૨૦૧૫માં ૭,૩૦,૨૫૯ લોકોને સિટીઝનશિપ આપવામાં આવી હતી.
એવું માનવામાં આવે છે કે, ટ્રમ્પના પ્રેસિડન્ટ બન્યા બાદ સરકારે સિટીઝન મેળવવાના ધારાધોરણને કઠણ બનાવી દીધા છે. ૨૦૧૭માં વિદેશી નાગરિકોમાં સૌથી વધુ મેક્સિકોના ૧,૧૮,૫૫૯ લોકોને અમેરિકાની સિટીઝનશિપ મળી. ત્યારબાદ બીજાં નંબરે ભારતીયો રહ્યા. વળી ૩૭,૬૭૪ ચીનના લોકોને અમેરિકન નાગરિકત્વ આપવામાં આવ્યું. ફિલિપાઇન્સના ૩૬,૮૨૮ ડોમિનિકન રિપબ્લિકના ૨૯,૭૩૪ અને ક્યૂબાના ૨૫,૯૬૧ લોકોને સિટીઝનશિપ આપવામાં આવી.
આંકડાઓ અનુસાર, ૨૦૧૭માં ૩,૯૬,૨૩૪ મહિલાઓને અમેરિકાની સિટીઝનશિપ મળી. જે પુરૂષોના ૩,૧૦,૯૮૭થી ૮૫ હજાર વધુ રહી. રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે, અમેરિકાની સિટીઝનશિપ મેળવનારાઓમાં અંદાજિત ૧૨ હજાર ભારતીયો કેલિફોર્નિયામાં વસ્યા હતા. ત્યારબાદ ન્યૂજર્સીમાં ૫૯૦૦ અને ટેક્સાસમાં ૩૭૦૦ ભારતીયો વસ્યા.
આ સિવાય અંદાજિત ૭૧૦૦ નવા અમેરિકન નાગરિકોએ ન્યૂયોર્ક અને પેન્સિવેનિયાના પણ ઘર તરીકે પસંદ કર્યુ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




