વેપારીઓ-ટ્રકચાલકોને રોકી પૈસા પડાવતા માથાભારે શખ્સને લોકોએ માર માર્યો

0
182

અમદાવાદ,તા.૧૯
શહેરના કાલુપુર વિસ્તારમાં વેપારીઓ અને ટ્રકચાલકોને રોકીને રોજ રૂપિયા અને વસ્તુઓ પડાવી લેનાર માથાભારે શખ્સથી કંટાળીને વેપારીઓએ તેને ઢોર માર માર્યો હતો. જેનો એક વીડિયો પણ વાઇરલ થયો છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આ શખ્સ રોજ વહેલી સવારે આવતી ટ્રકના ચાલકોને રોકીને તેમજ આસાપાસના વેપારીઓને છરી બતાવી ધમકી આપતો હતો. જેને પગલે આ શખ્સથી કંટાળેલા લોકોએ ભેગા થઇને તેને ઢોર માર માર્યો હતો. જાકે આ શખ્સ અંગે હજુ સુધી પોલીસમાં કોઇ ફરિયાદ થઇ હોવાની વિગતો પ્રાપ્ત થઇ નથી.
અમદાવાદના કાલુપુર સર્કલથી ફ્રુટ બજાર પાસેથી પસાર થતા માર્ગ પર વહેલી સવારે અને મોડી રાત્રે ફ્રુટની ટ્રક આવે છે.તેમજ કેટલાક મજુરો ત્યાં ટ્રકમાં કે આસાપાસ ઉંઘી જતા હોય છે. આ તમામ લોકોને રોજ એકલા જાઇને એક શખ્સ તેને ધમકાવીને કે છરી બતાવીને તેમની પાસેથી ફ્રુટ, વસ્તુઓ કે રુપિયા પડાવી લેતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો જુમ્માદીન નામના આ શખ્સથી કંટાળી ગયા હતા. પરંતુ કોઇ તેની સામે ફરિયાદ કરતું ન હતું.
થોડા દિવસ પહેલા જુમ્માદીન એક સ્થાનિક વેપારીને ધમકી આપતા કંટાળી ગયેલા વેપારીએ કાયદો હાથમાં લઈ તેને માર માર્યો હતો અને થોડીજ વારમાં સંખ્યાબંધ વેપારીઓ ત્યાં ભેગા થઇ ગયા હતા. આ તમામ વેપારીઓએ આ વ્યÂક્તને ઢોર માર માર્યો હતો. આ વેપારીઓએ જુમ્માદીનને એટલી હદે માર્યો કે તેના કપડાં ફાટી ગયા અને લોહી-લુહાણ થઇ ગયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY